PGVCL દ્વારા સ્માર્ટ મીટરના રીચાર્જ માટે PGVCL Smart Meter App અને ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરેલ છે. PGVCL Smart Meter એપ અને પોર્ટલ દ્વારા ગ્રાહક પોતાના મીટરનું રીડીગ, પોતાનો વપરાશ, પોતાનું બેલેન્સ, ઓનલાઈન રીચાર્જ, દિવસ દરમિયાન વપરાયેલ યુનિટ, અઠવાડિયાનો વપરાશ વગેરે બાબતો એપ અથવા પોર્ટલની મદદથી જાણી શકશે.
આ માહિતીમાં આપણે જાણશું કે PGVCL Smart Meter એપની મદદથી રીચાર્જ કઈ રીતે કરવું.
ટૂંકમાં માહિતી
- પહેલા PGVCL Smart Meter એપ ડાઉનલોડ કરો અને ઓપન કરો.
- પછી તેમાંથી Quick Pay બટન પર ક્લીક કરો.
- હવે તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને Submit બટન પર ક્લીક કરો.
- હવે ગ્રાહકની વિગત બતાવશે અને રીચાર્જ રકમ દાખલ કરો અને Proceed બટન પર ક્લીક કરો.
- પછી તમારી પેમેન્ટ મેથડ સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો.
- હવે તમારું રીચાર્જ થઈ જશે.
PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ એપની મદદથી ઓનલાઈન કરો – PGVCL Smart Meter Recharge Online using App
તમારા PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ એપની મદદથી કરવા માટે પહેલા તમારે PGVCLની PGVCL Smart Meter એપ ડાઉનલોડ કરવી પડશે જેની લીંક નીચે આપેલ છે.
PGVCL સ્માર્ટ મીટર એપ લીંક : PGVCL Smart Meter
- ઉપરની લીંક પરથી એપ ડાઉનલોડ કર્યા પછી એપ ઓપન કરો એટલે નીચે મુજબ પેજ ખુલશે. હવે નીચે મુજબ પેજમાંથી Quick Pay બટન ઉપર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને Submit બટન ઉપર ક્લીક કરો. જો બીજી વખત પણ નીચે મુજબ સ્ક્રીન આવે તો ફરી Submit બટન ઉપર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકની માહિતી બતાવશે. જેમાં ગ્રાહકનું નામ, ગ્રાહકનો મોબાઈલ નંબર, ગ્રાહક નંબર, મીટર નંબર અને ગ્રાહકનું હાલનું બેલેન્સ બતાવશે.
- હવે રીચાર્જ કરવા માટે રીચાર્જ રકમ (Recharge Amount) માં તમારે જેટલી રકમનું રીચાર્જ કરવું એ રકમ દાખલ કરો અને પછી નીચે આપેલ Prepaid Recharge બટન ઉપર ક્લીક કરો.
- રીચાર્જની રકમ ઓછામાં ઓછી રૂ. 100 હોવી જોઈએ. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય.
- હવે નીચે મુજબ પેજમાં તમે કેટલા રૂપિયાનું રીચાર્જ કરી રહ્યા છો તે બતાવશે અને તમારો પેમેન્ટનો રેફ્રેન્શ નંબર પણ બતાવશે. અને આ પેજમાં બતાવશે કે તમે જે મેથડથી પેમેન્ટ કરશો તેમાં કેટલો ચાર્જ લાગશે. (જેમ કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI)
- હવે પેમેન્ટ માટે Proceed Pay બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેમેન્ટ માટેના ઓપ્શન ખુલી જશે જેમાંથી તમારે તમારી પેમેન્ટ મેથડ (જેમ કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI) માંથી સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો.
ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમારું સ્માર્ટ મીટરનું રીચાર્જ થઈ જશે. જો ઉપર આપેલી માહિતી મુજબ તમને સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન અપેની મદદથી કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ એપની મદદથી ઓનલાઈન કઈ રીતે કરવું ?
– PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન એપ મદદથી કરવા માટે પ્લે સ્ટોર પરથી PGVCL Smart Meter એપ ડાઉનલોડ કરો અને રીચાર્જ કરો.
2. PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ કઈ મેથડથી કરી શકશું ?
– PGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે મેથડ દ્વારા કરી શકશો.
3. PGVCLના સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓશું કેટલાનું રીચાર્જ કરી શકશું ?
– PGVCLના સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓશું રૂ. 100 કરી શકશું. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય.
અન્ય પોસ્ટ:
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
PGVCLના બીલ ફોન પે (Phone Pe) ની મદદથી કઈ રીતે ભરવા
PGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો
PGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો