PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ અથવા બદલવા માટે આ માહિતી વાંચો. મોબાઈલ નંબર એડ હશે તો તમારે PGVCL તરફથી બનતા બીલ, બીલ ભરેલ, પાવર કટ, તમારા ખેતીવાડી કનેકશનમાં થ્રી ફેસ પાવરનો ટાઈમ વગેરે મેસેજ તમને મળશે.
ટૂંકમાં માહિતી
- પહેલા PGVCLની વેબસાઈટ જાઓ.
- તેમાંથી PGVCL Mobile Number Update પેજ પર જાઓ.
- પહેલા કેપચા પર ક્લીક કરી અને પછી તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને એરો બટન પર ક્લીક કરો.
- નીચે આપેલ બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી Update બટન પર ક્લીક કરો.
- મોબાઈલ નંબર અને ઈમેલમાં OTP આવશે જે દાખલ કરો.
- પછી Confirm બટન પર ક્લીક કરો એટલે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ થઈ જશે.
PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર એડ કઈ રીતે કરવો? – How to add Mobile Number in PGVCL?
- પહેલા PGVCLની વેબસાઈટ પરથી મોબાઈલ નંબર અપડેટ પેજ પર જાઓ. જે તમે તમારી બીલ ડાઉનલોડ પેજ પરથી Update Mobile & Email ID બટન પરથી અથવા નીચે આપલે લીંક પરથી જઈ શકશો.
તમારું PGVCLનું બીલ કઈ રીતે ડાઉનલોડ કરવું તે જાણવા અહી ક્લિક કરો.
- ઉપર મુજબની લીંક પર જશો એટલે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે પહેલા કેપચા આપેલ છે I’m not a robot પર ક્લીક કરી અને પછી તમારો ગ્રાહક નંબર દાખલ કરી ને એરો બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં તમારો ગ્રાહક નંબર અને નામ બતાવશે. અને હવે પછી તમારે નીચે આપેલ બોક્ષમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી Update બટન પર ક્લીક કરો.
- તે પછી તમારા મોબાઈલ નંબર પર અને ઈમેલમાં OTP આવશે જે તમારે નીચે આપેલ બોક્ષમાં દાખલ કરી ને પછી Confirm બટન પર ક્લીક કરો.
- તે પછી તમારી સ્ક્રીન પર એક મેસેજ આવશે કે New Registration Done અને તમારો મોબાઈલ નંબર અને ઈમેલ બંને અપડેટ થય જશે.
PGVCLના બીલમાં તમારો મોબાઈલ નંબર બદલવો કઈ રીતે કરવો? – How to change Mobile Number in PGVCL?
જો તમારા ગ્રાહક નંબરમાં પહેલેથીજ મોબાઈલ નંબર અને ઈમેલ રજીસ્ટર છે અને તેને બદલવા માંગો છો તો પણ તમારે ઉપર મુજબ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીની તમારો મોબાઈલ નંબર અને ઈમેલ અપડેટ કરી શકશો.
જેમાં પહેલેથી આપેલ મોબાઇલ નંબર અને ઈમેઈલ હશે, તે જગ્યાએ નવા મોબાઇલ નંબર અને ઈમેલ દાખલ કરો. પછી OTP દાખલ કરીને અને Confirm બટન પર ક્લીક કરો. આ રીતે નવા દાખલ કરેલા મોબાઇલ નંબર અને ઈમેઇલ સેવ થશે.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. મારો મોબાઈલ નંબર ઓફલાઈન કઈ રીતે અપડેટ કરવો?
– હા, તમે તમારી નજીકની PGVCL ઓફીસની મુલાકાત લઈ અને તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો.
2. શું PGVCLમાં મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાય છે?
– હા, PGVCLમાં મોબાઈલ નંબર અપડેટ કરવાનું સંપૂર્ણપણે ફ્રી છે.
3. મોબાઈલ અને ઈમેલમાં OPT આવવામાં પ્રોબ્લેમ થાય તો શું કરવું ?
– હા, કયારેક મોબાઈલ અને ઈમેલમાં OPT આવવામાં પ્રોબ્લેમ થાય તો થોડા સમય પછી પાછી ટ્રાય કરવી. ક્યારેક સર્વેર એરર આવે એટલે આ પ્રોબ્લેમ આવે છે.
જો તમને ઉપર આપેલ માહિતીના આધારે તમારો મોબાઇલ નંબર અને ઈમેલ અપડેટ કરવામાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો.
અન્ય પોસ્ટ:
PGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
ચેટબોટની મદદથી PGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
PGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
ગુગલ પે ની મદદથી PGVCLના બિલની રકમ જોવા
My mobile number
My email address update please check your website
You can check by your self. Just enter your consumer number again and check if changed or not.
35001026938
Upar aapel mahiti mujab follow karo etle mobile number update thay jase ane kai problem avato hoy to kyo.
મારે નામ ચેન્જ કરવું છે.. એની ઓનલાઇન પ્રોસેસ જણાવજો ને
નામ ચેન્જ કરવા માટે નીચે આપેલ આર્ટીકલ વાંચો.
PGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો