PGVCL Bill Charges in City: શહેર(સીટી)ના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે અને યુનીટના ભાવ વિશે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.
તમારા શહેર(સીટી)ના ઘર બીલમાં RGPU ટેરીફ (કેટેગરી) હોય છે. વીજ બીલની ગણતરી તમારા યુનીટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનીટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.
PGVCL Bill Charges in City (RGPU)
શહેર(સીટી)ના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? – PGVCL Bill Charges in City – RGPU
શહેર(સીટી)ના ઘર બીલમાં સામાન્ય રીતે ચાર થી પાંચ ચાર્જ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.
- ફિક્સ ચાર્જ (Fixed Charge) : આ ચાર્જ વીજળીના ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે. ફિક્સ ચાર્જિસ ઇલેક્ટ્રિક સેવાના મૂળભૂત ખર્ચને પુનઃપ્રાપ્ત કરવા માટે રચાયેલ છે.
- એનર્જી ચાર્જ (Energy Charge) : એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે.
- ફયુલ ચાર્જ (Fuel Charge) : ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.
- વિદ્યુત ચુલ્ક (Electricity duty) : વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. તે કુલ વીજળી બીલ ઉપર અમુક ટકાવારી પેટે બીલની રકમમાં ઉમેરવામાં આવે છે.
- વિલંબિત શુલ્ક (Delay Payment Charges) : જો બીલની ચૂકવણીમાં 10 દિવસની મુદત પૂરી થયા પછી બીલીગની તારીખથી વિલંબિત ચુકવણી ચાર્જ વસૂલવામાં આવે છે.
- નીચે આપેલ બીલમાં તમારા બીલમાં લાગતા ચાર્જ લાલ રાઉન્ડમાં આપેલ છે. જેમાં સીરીઅલ નંબર વાઈસ આપેલ છે જે નીચે મુજબ છે.
- 1. ફિક્સ ચાર્જ
- 2. એનર્જી ચાર્જ
- 5. ફયુલ ચાર્જ
- 6. વિદ્યુત ચુલ્ક
- 9. વિલંબિત શુલ્ક
- 10. ટોટલ બીલ રકમ
ફિક્સ ચાર્જ (Fixed Charge)
લોડ | ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ | ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ |
---|---|---|
૨ કિલો વોટ સુધી | ૧૫ રૂપિયા | ૩૦ રૂપિયા |
૨ કિ.વો. થી ૪ કિ.વો. | ૨૫ રૂપિયા | ૫૦ રૂપિયા |
૪ કિ.વો. થી ૬ કિ.વો. | ૪૫ રૂપિયા | ૯૦ રૂપિયા |
૬ કિ.વો. થી ઉપર | ૭૦ રૂપિયા | ૧૪૦ રૂપિયા |
બી.પી.એલ. ગ્રાહકો માટે | ૫ રૂપિયા | ૧૦ રૂપિયા |
એનર્જી ચાર્જ (Energy Charge)
૧ મહિના માટેનો એનર્જી ચાર્જ | ૨ મહિના માટેનો એનર્જી ચાર્જ | એનર્જી ચાર્જ પ્રતિ યુનીટ |
---|---|---|
પ્રથમ ૫૦ યુનીટ માટે | પ્રથમ ૧૦૦ યુનીટ માટે | ૩.૦૫ પૈસા |
પછીના ૫૦ યુનીટ માટે | પછીના ૧૦૦ યુનીટ માટે | ૩.૫૦ પૈસા |
પછીના ૧૫૦ યુનીટ માટે | પછીના ૩૦૦ યુનીટ માટે | ૪.૧૫ પૈસા |
૨૫૦ યુનીટથી વધારે | ૫૦૦ યુનીટથી વધારે | ૫.૨૦ પૈસા |
- બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનીટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનીટ માટે ઉપર મુજબ.
ફયુલ ચાર્જ (Fuel Charge)
ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૨.૮૫ રૂ. પ્રતિ યુનીટ છે. જે બીલમાં (Fuel Chg @2.85) આ રીતે લખેલ હોય છે.
વિદ્યુત ચુલ્ક (Electricity duty)
વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. શહેરમાં હાલ વિધુત શુલ્ક ૧૫ % લાગે છે.
વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૧૫ % લાગે છે.
બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate PGVCL Bill ?)
તમારા શહેર(સીટી)ના ઘર બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનીટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : PGVCLના લાઈટ બીલમાં ફિક્સ ચાર્જ એટલે શું ? (What is Fixed Charge ?)
– આ ચાર્જ વીજળીના ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે. બે મહીને આવતા ગામડાના બીલમાં ફિક્સ ચાર્જ 30 રૂપિયા લાગતો હોય છે.
પ્રશ્ન ૨ : PGVCLના લાઈટ બીલમાં એનર્જી ચાર્જ એટલે શું ? (What is Energy Charge ?)
– એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે.
પ્રશ્ન ૩ : PGVCLના લાઈટ બીલમાં ફયુલ ચાર્જ એટલે શું ? (What is Fuel Charge ?)
– ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.
પ્રશ્ન ૪ : PGVCLના લાઈટ બીલમાં વિદ્યુત ચુલ્ક એટલે શું ? (What is Electricity duty ?)
– વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૭.૫ % લાગે છે.
અન્ય પોસ્ટ:
PGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી
PGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો
ગુગલ પે ની મદદથી PGVCLના બીલની રકમ જોવા
PGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા ચાર્જ લાગે છે
Mari pase antoyday card 6e tema Mane su benifit mlse
antyodaya card mate kai pan benefit no male
Liat bill ma Mane discount ketlu mlse. Rajkot
Jo tame BPL ma connection lidhu hoy to fix charge ma and pratham 50 unit ma rahat male.
Hu viklag and mara husband ne cancer 6e to raht mlse liat bill ma
Sorry pan Na ena mate kai pan rahat no male