MGVCL Smart Meter Recharge Online: MGVCL દ્વારા સ્માર્ટ મીટર માટે MGVCL Smart Meter એપ અને ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરેલ છે જેની મદદથી ગ્રાહક પોતાના મીટરનું રીડીગ, પોતાનો વપરાશ, પોતાનું બેલેન્સ, ઓનલાઈન રીચાર્જ, દિવસ દરમિયાન વપરાયેલ યુનિટ, અઠવાડિયાનો વપરાશ વગેરે બાબતો એપ અથવા પોર્ટલની મદદથી જાણી શકશે.
આ માહિતીમાં આપણે જાણશું કે ઓનલાઈન પોર્ટલની મદદથી રીચાર્જ કઈ રીતે કરવું.
ટૂંકમાં માહિતી
- પહેલા MGVCLના સ્માર્ટ મીટરના ઓનલાઈન પોર્ટલ પર જાવ.
- પછી તેમાંથી Pay Bill બટન પર ક્લીક કરો.
- હવે તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને Next બટન પર ક્લીક કરો.
- હવે ગ્રાહકની વિગતો બતાવશે અને મોબાઈલ નંબર, ઈમેલ અને રીચાર્જ રકમ દાખલ કરો અને Recharge બટન પર ક્લીક કરો.
- પછી તમારી પેમેન્ટ મેથડ સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો એટલે તમારું રીચાર્જ થઈ જશે.
MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન કરો – How to Recharge MGVCL Smart Meter ?
તમારા MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલની મદદથી કરવા માટે પહેલા, તમે ઓનલાઈન પોર્ટલ પર જવું પડશે જેની લીંક નીચે આપી છે.
MGVCL ઓનલાઈન પોર્ટલ લીંક: MGVCL સ્માર્ટ મીટર ઓનલાઈન પોર્ટલ
- ઉપરની લીંક પર ક્લિક કરીને વેબસાઇટ ઓપન થશે અને નીચે મુજબ પેજ ખુલશે. હવે નીચે મુજબ પેજમાંથી ‘Pay Bill’ બટન ઉપર ક્લિક કરો.
- હવે નીચે મુજબ પેજ ખુલશે. તેમાં તમારો ગ્રાહક નંબર દાખલ કરો અને ‘Next’ બટન ઉપર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકની માહિતી બતાવવામાં આવશે. જેમાં ગ્રાહક નંબર, ગ્રાહકનું નામ, ગ્રાહકનું હાલનું બેલેન્સ, મીટરનું સ્ટેટસ બતાવવામાં આવશે.
- હવે રીચાર્જ કરવા માટે પહેલા, તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને રીચાર્જની રકમ (Recharge Amount) માં જેટલી રકમનું રીચાર્જ કરવું છે તે અને પછી નીચે આપેલ Recharge બટન ઉપર ક્લિક કરો.
- રીચાર્જની રકમ ઓછામાં ઓછી રૂ. 100 હોવી જોઈએ. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય અને પ્રીપેડ રિચાર્જની રકમ 100 ના ગુણાંકમાં હોવી જોઈએ. (ઉદા: 100, 200, 300, 500, 1000, 2000 વગેરે)
- હવે નીચે મુજબ એક ડાયલોગ આવશે જેમાં બતાવશે કે તમે જે મેથડથી પેમેન્ટ કરશો તેમાં કેટલો ચાર્જ લાગશે. (જેમાં કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે) જે વાંચી અને પછી નીચે આપેલ Recharge બટન ઉપર ક્લિક કરો.
- હવે નીચે મુજબ પેમેન્ટ માટેના ઓપ્શન ખુલી જશે જેમાંથી તમારે તમારી પેમેન્ટ મેથડ (જેમ કે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે) માંથી સીલેક્ટ કરો અને તમારું પેમેન્ટ કરો.
ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમારા MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ થઈ જશે. જો ઉપર આપેલી માહિતી મુજબ તમને સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન પોર્ટલથી કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકો છો, અમે તમારી પૂરી મદદ કરીશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ ઓનલાઈન કઈ રીતે કરવું ?
– MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ તમે MGVCLના ઓનલાઈન પોર્ટલ અથવા MGVCL Smart Meter એપ દ્વારા કરી શકશો.
2. MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ કઈ મેથડથી કરી શકશું ?
– MGVCLના સ્માર્ટ મીટરનું રીચાર્જ તમે નેટ બેન્કિંગ, વોલેટ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI વગેરે મેથડ દ્વારા કરી શકશો.
3. MGVCLના સ્માર્ટ મીટરમાં ઓછામાં ઓશું કેટલાનું રીચાર્જ કરી શકશું ?
– MGVCLના સ્માર્ટ મીટરમાં તમે ઓછામાં ઓછુ રૂ. 100 નું રીચાર્જ કરી શકો છો. રૂ. 100 થી નીચેની રકમનું રીચાર્જ નહિ થાય.
અન્ય પોસ્ટ:
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો
MGVCLના ઘર બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો
MGVCLના બીલ ફોન પે (Phone Pe) ની મદદથી કઈ રીતે ભરવા
MGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો
MGVCLના બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરો
Is there any further information about customer who have already solar system. ?? special for smart metering system
Right now thier is no information about solar consumers but in futur solar consumers also ger smart meter.