MGVCLના જુના બીલ ડાઉનલોડ કરવા માટે GUVNL દ્વારા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ લોન્ચ કરેલ છે જેની મદદથી તમે તમારા છેલ્લા એક વર્ષના બીલ ડાઉનલોડ કરી શકશો. ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી તમારા જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે.
ટૂંકમાં માહિતી – Old Bill Download MGVCL
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
- રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
- પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
- પછી બીલ હિસ્ટરીમાં જય ને તમારો ગ્રાહક નંબર અને બીલનો સમયગાળો સિલેક્ટ કરો.
- હવે તમારૂ નવું બીલ અને છેલ્લા ૧ વર્ષના બીલ બતાવશે.
- હવે બીલ ડાઉનલોડ કરવા માટે View Bill પર ક્લિક કરો એટલે બીલ ડાઉનલોડ થય જશે.
વિડીઓ જુઓ – Old Bill Download MGVCL
રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal
સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે તમારા MGVCLના ગ્રાહક નંબર એડ કરવા પડશે.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો
MGVCLના જુના બીલ કઈ રીતે ડાઉનલોડ કરવા ? – How to download old bills of MGVCL?
ઉપર મુજબ તમારું રજીસ્ટ્રેસન, લોગીન અને ગ્રાહક નંબર એડ કર્યા પછી જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે આપેલ ફોટા મુજબ બતાવશે. હવે જુના બીલ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- હવે નીચે મુજબ તમે જેટલા ગ્રાહક નંબર એડ કર્યા હશે તેનું લીસ્ટ નીચે મુજબ બતાવશે. હવે જુના બીલ જોવા અથવાતો ડાઉનલોડ કરવા માટે ડાબી બાજુ નીચે આપેલ Bill History પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર બતાવશે તેમાંથી તમારે જે ગ્રાહક નંબરના જુના બીલ જોવા હોય તે ગ્રાહક નંબર અને વર્ષ અને મહિના સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
- વર્ષ અને મહિનામાં ઉપરમાં 2023 અને January અને નીચે 2024 અને હાલનો મહિનો સીલેક્ટ કરો.
- હવે નીચે મુજબ છેલ્લે બનેલું બીલ (Current Bill) અને જુના બીલ (Bill History) ખુલશે જેમાં બીલની તારીખ (Bill Date), વપરાયેલ યુનિટ (Units), બીલની રકમ (Bill Amount), ભરવા પાત્ર રકમ (Net Payable) વગેરે માહિતી જોવા મળશે.
- હવે તમારે જે પણ બીલ ડાઉનલોડ કરવું હોય એની સામે આપેલ View Bill લીંક પર ક્લીક કરો એટલે તમારું બીલ ખુલશે.
- હવે View Bill પર ક્લીક આપ્યા પછી બીલ ખુલશે તે સેવ કરવા માટે કમ્પ્યુટરમાં નીચે મુજબ ઓપ્સન આવશે તેમાંથી તમારે Save as PDF સીલેક્ટ કરીને નીચે આપલે Save બટન પર કલીક કરવાનું રહેશે.
- જો મોબાઈલમાંથી તમે View Bill પર ક્લીક કર્યા પછી ડાયરેક્ટ બીલ સેવ કરવાનું ઓપ્સન આવેશે તેમાંથી તમારે Save as PDF સીલેક્ટ કરીને બીલ સેવ થય જશે.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને જુના બીલ ડાઉનલોડ કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. MGVCLના જુના લાઈટ બીલ કેવી રીતે ડાઉનલોડ કરવા?
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેસન કરો > લોગીન કરો > Manage Account જઈ ને તમારો ગ્રાહક નંબર દાખલ કરો > પછી Bill History માં જઈ ને તમે તમારા જુના બીલ ડાઉનલોડ કરી શકશો. વધુ માહિતી માટે આ માહિતી પૂરી વાચો.
2. શું હું મારા લોગીનમાં એક કરતા વધુ ગ્રાહક નંબર એડ કરી શકું?
– હા, જો તમારે એકથી વધુ MGVCLના બીલ આવતા હોય તો તમે એક જ લોગીનમાં બધા ગ્રાહક નંબર એડ કરી શકશો અને બીલની વીગત જોય શકશો.
3. ઈ-વિદ્યુત સેવા પોર્ટલમાં છેલ્લા કેટલા સમય સુધીના બીલ બતાવશે
– ઈ-વિદ્યુત સેવા પોર્ટલની મદદથી તમે સામાન્ય રીતે પાછલા એક વર્ષના બીલની માહિતી જોય અને ડાઉનલોડ કરી શકશો.
અન્ય પોસ્ટ:
MGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી
MGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો
ગુગલ પે ની મદદથી MGVCLના બીલની રકમ જોવા
MGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા ચાર્જ લાગે છે