શું તમે તમારા MGVCLના બીલની કોપી ડાઉનલોડ કરવા માંગો છો ? MGVCL Bill Download આ માહિત દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવશું કે MGVCLના બીલની કોપી PDF તરીકે ડાઉનલોડ કઈ રીતે કરવી.
Index of PGVCL Bill Download
ટૂંકમાં માહિતી – Short Information for MGVCL Bill Download
- પહેલા MGVCL ની વેબસાઈટ જાઓ.
- તેમાંથી Know Your Billing Details પર જાઓ.
- હવે Sign up બટન પર ક્લીક કરીને તમારો ગ્રાહક નંબર, ઈમેલ, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી Register બટન પર ક્લીક કરી તમારું રજીસ્ટ્રેસન કરો.
- પછી તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- લોગીન કર્યા પછી LATEST BILLING INFORMATION બટન પર ક્લીક કરો એટલે છેલ્લે બનેલા બીલની વીગત બતાવશે.
- હવે તમારું બીલ ડાઉનલોડ કરવા માટે View Bill બટન પર ક્લીક કરો.
એમજીવીસીએલનું બીલ ડાઉનલોડ અને ચેક કઈ રીતે કરવું ? – How to Check and Download MGVCL Bill ?
બીલ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા MGVCLની વેબસાઇટ પર જાઓ. MGVCLની વેબસાઇટ માટેની લીંક નીચે આપેલ છે તેની ઉપર કલીક કરો અને વેબસાઇટ ઉપર જાઓ.
વેબસાઇટની લીંક : www.mgvcl.com
- ઉપરની લીંક પરથી પહેલા PGVCLની વેબસાઇટ પર જશો એટલે નીચે મુજબ પેજ ઓપન થશે પછી તેમાંથી Know Your Billing Details પેજ પર જાઓ. અથવા નીચેની લિંકને પર ક્લીક કરો.
- હવે નીચે મુજબનું પેજ ઓપન થાશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરવાનું રહેશે. જો તમે રજીસ્ટ્રેસન કરેલ નો હોય તો પેલા Sign up બટન પર ક્લીક કરો.
- હવે નીચે મુજબ રજીસ્ટ્રેસન પેજ ખુલશે તેમાં તમારો ગ્રાહક નંબર, ઈમેલ, મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી Register બટન પર ક્લીક કરી તમારું રજીસ્ટ્રેસન કરો.
- રજીસ્ટ્રેસન કર્યા પછી લોગીન પેજમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- લોગીન કર્યા બાદ નીચે મુજબ પેજ દેખાશે જેમાંથી તમે LATEST BILLING INFORMATION બટન પર ક્લીક કરો એટલે તમારા નવા બનેલા બીલની વિગતો જોઈ શકો છો.
- હવે નીચે મુજબના પેજ ખુલશે તેમાં ડ્રોપ ડાઉન મેનુની અંદરથી તમારે Single Consumer સીલેક્ટ કરો એટલે થોડી વાર લોડીંગ થયા બાદ તમારા બીલની માહિતી ખુલી જશે.
- હવે નીચે મુજબ પેજમાં તમારા નવા બીલની વીગત તથા નીચે તમારા આગલા બનેલા બીલની બીલ હિસ્ટ્રી અને બીલ પેમેન્ટ જોવા મળશે. જેમાંથી Last Payment Details બટન પર ક્લીક કરી છેલ્લે ભરેલી રકમ જોય શકશો.
- હવે તમારું બીલ જોવા અથવા ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બીલ ડીટેઈલ પેજ પરથી View Bill બટન પર ક્લીક કરો.
- View Bill પર ક્લીક કર્યા બાદ જો પોપ અપ બ્લોક (Pop-ups Block) નો મેસેજ આવેતો તેમાં Always Allow આપવું કેમકે તેના પછી જ તમારું બીલ ખુલશે.
- View Bill બટન પર ક્લીક કર્યા પછી મોબાઈલ અને કમપ્યુટર બન્નેમાં નીચે મુજબ નવા વિન્ડોની અંદર તમારું બીલ ખુલશે જેને સેવ કરવા માટે ઉપર આપેલ Print બટન પર કલીક કરો.
- જો મોબાઈલમાંથી બીલ ડાઉનલોડ કરતા હોય તો નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.
- ઉપર મુજબ પેજમાં ૩ ડોટ ઉપર ક્લીક કરો.
- ૩ ડોટ ઉપર ક્લીક કર્યા બાદ “Save as PDF” પર ક્લીક કરો.
- હવે તમારે જે પણ ફાઇલનું નામ અને જે લોકેસન પર સેવ કરવું હોય તે સિલેક્ટ કરીને Save બટન પર ક્લીક કરો.
- હવે કમ્પ્યુટરમાં Print બટન પર ક્લીક કર્યા બાદ નીચે મુજબ ડાયલોગ ખુલશે તેમાંથી બીલ સેવ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- ડ્રોપડાઉન સૂચિમાંથી “Save as PDF” પસંદ કરો.
- નીચે-જમણા ખૂણે સેવ બટન પર ક્લીક કરો.
- એક નવી વિન્ડો દેખાશે જેમાં ફાઇલનું નામ પૂછવામાં આવશે, જો તમે ઇચ્છો તો નામ ટાઇપ કરો અથવા તેને જેમ છે તેમ છોડી દો.
- સેવ બટન પર ક્લીક કરો એટલે તમારું બીલ સેવ PDF તરીકે સેવ થય જાશે.
જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ તમારું બીલ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : શું હું વેબસાઈટ દ્વારા ઓનલાઈન બીલ પેમેન્ટ કરી શકું?
– હા, તમે MGVCLની વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અથવા UPI જેવી વિવિધ ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારા બીલની ચૂકવણી કરી શકો છો.
પ્રશ્ન ૨ : શું હું મારા પાછલા બીલને ઓનલાઈન જોય શકું?
– હા, MGVCL વેબસાઈટ તમને તમારા પાછલા છ બીલ ઍક્સેસ કરવાની પરવાનગી આપે છે.
પ્રશ્ન ૩ : શું મોડું બીલ ચૂકવવા માટે કોઈ દંડ છે?
– હા, MGVCL મોડું બીલ ચૂકવવા બદલ દંડ લાગે છે. એટલે, નિયત તારીખ પહેલાં તમારા વીજળીના બીલ ચૂકવવાનું સુનિશ્ચિત કરો.
અન્ય પોસ્ટ:
MGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો
ચેટબોટની મદદથી MGVCLનું બીલ ડાઉનલોડ અને ચેક કરો
MGVCLના છેલ્લે ભરેલા 5 બીલની રકમ જુવો
MGVCLના જુના બીલ છેલ્લા ૧ વર્ષના ડાઉનલોડ કરો
MGVCLના ભરેલા બીલની રસીદ (રીસીપ્ટ) ડાઉનલોડ કરો