DGVCLના ગામડામાં ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે – DGVCL Bill Charges in Village (RGPR)

DGVCL Bill Charges in Village: ગામડાના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે અને યુનીટના ભાવ વિશે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.

તમારા ગામડાના ઘર બીલમાં RGPR ટેરીફ (કેટેગરી) હોય છે. તમારા વીજ બીલની ગણતરી તમારા યુનીટના વપરાશ ઉપર વસૂલવામાં આવે છે. યુનીટના વપરાશને સામાન્ય રીતે કિલોવોટ-કલાક (kWh) માં માપવામાં આવે છે.

ગામડાના ઘર બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? – DGVCL Bill Charges in Village – RGPR

ઘર બીલમાં સામાન્ય રીતે ચાર થી પાંચ ચાર્જ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.

  1. ફિક્સ ચાર્જ (Fixed Charge) : આ ચાર્જ વીજળીના ખર્ચ છે જે તમે ગમે તેટલી વીજળીનો ઉપયોગ કરો તો પણ તે ફિક્સ જ રહે છે. ફિક્સ ચાર્જિસ ઇલેક્ટ્રિક સેવાના મૂળભૂત ખર્ચને પુનઃપ્રાપ્ત કરવા માટે રચાયેલ છે.
  2. એનર્જી ચાર્જ (Energy Charge) : એનર્જી ચાર્જ એ વીજળીના ટેરિફનો મુખ્ય ભાગ છે, જે બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનીટ પર લાગુ થાય છે.
  3. ફયુલ ચાર્જ (Fuel Charge) : ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે વીજળી પૂરી પાડવા માટે જરૂરી બળતણનો ખર્ચ જે વીજળી ઉત્પન્ન કરવા અને પહોંચાડવા માટેનો ખર્ચ છે.
  4. વિદ્યુત ચુલ્ક (Electricity duty) : વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. તે કુલ વીજળી બીલ ઉપર અમુક ટકાવારી પેટે બીલની રકમમાં ઉમેરવામાં આવે છે.
  5. વિલંબિત શુલ્ક (Delay Payment Charges) : જો બીલની ચૂકવણીમાં 10 દિવસની મુદત પૂરી થયા પછી બીલીગની તારીખથી વિલંબિત ચુકવણી ચાર્જ વસૂલવામાં આવે છે.
  • નીચે આપેલ બીલમાં તમારા બીલમાં લાગતા ચાર્જ લાલ રાઉન્ડમાં આપેલ છે. જેમાં સીરીઅલ નંબર વાઈસ આપેલ છે જે નીચે મુજબ છે.
  • 1. ફિક્સ ચાર્જ
  • 2. એનર્જી ચાર્જ
  • 5. ફયુલ ચાર્જ
  • 6. વિદ્યુત ચુલ્ક
  • 9. વિલંબિત શુલ્ક
  • 10. ટોટલ બીલ રકમ
dgvcl bill charges in village rgpr

ફિક્સ ચાર્જ (Fixed Charge)

લોડ૧ મહિના માટેનો ફિક્સ ચાર્જ૨ મહિના માટેનો ફિક્સ ચાર્જ
૨ કિલો વોટ સુધી૧૫ રૂપિયા૩૦ રૂપિયા
૨ કિ.વો. થી ૪ કિ.વો.૨૫ રૂપિયા૫૦ રૂપિયા
૪ કિ.વો. થી ૬ કિ.વો.૪૫ રૂપિયા૯૦ રૂપિયા
૬ કિ.વો. થી ઉપર૭૦ રૂપિયા૧૪૦ રૂપિયા
બી.પી.એલ. ગ્રાહકો માટે૫ રૂપિયા૧૦ રૂપિયા

એનર્જી ચાર્જ (Energy Charge)

૧ મહિના માટેનો એનર્જી ચાર્જ૨ મહિના માટેનો એનર્જી ચાર્જએનર્જી ચાર્જ પ્રતિ યુનીટ
પ્રથમ ૫૦ યુનીટ માટેપ્રથમ ૧૦૦ યુનીટ માટે૨.૬૫ પૈસા
પછીના ૫૦ યુનીટ માટેપછીના ૧૦૦ યુનીટ માટે૩.૧૦ પૈસા
પછીના ૧૫૦ યુનીટ માટેપછીના ૩૦૦ યુનીટ માટે૩.૭૫ પૈસા
૨૫૦ યુનીટથી વધારે૫૦૦ યુનીટથી વધારે૪.૯૦ પૈસા
  • બી.પી.એલ. ગ્રાહકો માટે પ્રથમ ૫૦ યુનીટ માટે ૧.૫૦ રૂ બાકીના યુનીટ માટે ઉપર મુજબ.

ફયુલ ચાર્જ (Fuel Charge)

ફ્યુલ ચાર્જ એ તમારા વપરાયેલા યુનીટ ઉપર લાગે છે. જે થોડા થોડા ટાઈમે બદલતો હોય છે. જે તમારે તામારા છેલ્લે આવેલા બીલમાં લખેલ હોય છે. જે હાલ ૨.૮૫ રૂ. પ્રતિ યુનીટ છે. જે બીલમાં (Fuel Chg @2.85) આ રીતે લખેલ હોય છે.

વિદ્યુત ચુલ્ક (Electricity duty)

વિદ્યુત ચુલ્ક એ એક કર (ટેક્સ) છે જે રાજ્ય સરકાર દ્વારા વીજળીના વપરાશ પર વસૂલવામાં આવે છે. ગામડામાં ૨૫૦ યુનીટ સુધીના વપરાશ પર નથી લાગતો જે વપરાશ આખા વર્ષનો ૨૫૦ યુનીટ ઉપર જાય એટલે લાગે છે. હાલ ગામડામાં વિધુત શુલ્ક ૭.૫ % છે.

વિધુત શુલ્ક જે ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફયુલ ચાર્જ ના ટોટલ ઉપર ૭.૫ % લાગે છે.

બીલ ગણતરી માટેની એપ (Bill Calculation App)

તમારા ઘર બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારું ઘર બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનીટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

Electricity Bill Calculate App Link

  • બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
dgvcl bill charges in village rgpr
dgvcl bill charges in village rgpr

મુજવતા પ્રશ્નો (FAQs)

1. DGVCLમાં ગામડાના બીલમાં એક યુનીટનો ભાવ શું લાગે છે ?

DGVCLમાં અલગ અલગ ચાર-પાંચ ચાર્જ લાગે છે એટલે તમારે એક યુનીટનો ભાવ જાણવા માટે :
એક યુનીટનો ભાવ = (બીલની રકમ / વપરાયેલા યુનીટ )

2. DGVCLના ગામડાના બીલમાં કેટલા ચાર્જ લાગે છે ?

DGVCLના ગામડાના બીલમાં ચાર-પાંચ ચાર્જ લાગે છે તેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ, ફયુલ ચાર્જ, વિદ્યુત ચુલ્ક અને વિલંબિત શુલ્ક હોય છે.

3. DGVCLના બીલની ગણતરી કઈ રીતે કરવી ?

DGVCLના બીલની ગણતરી માટે Electricity Bill Calculate App એપ છે જેની મદદથી તમે ખાલી તમારો લોડ અને વપરાયેલા યુનીટ દાખલ કરીની બીલની ગણતરી કરી શકશો.

અન્ય પોસ્ટ:

DGVCLનું બીલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

DGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

ગુગલ પે ની મદદથી DGVCLના બીલની રકમ જોવા

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment