DGVCLના ખેતીવાડી બીલની ગણતરી – DGVCL Agriculture Bill Calculation

તમારા DGVCLના ખેતીવાડી બીલની ગણતરી અને ખેતીવાડી બીલમાં યુનીટ દીઠ કેટલો ભાવ લાગે છે ? DGVCL Agriculture Bill Calculation તમારા ખેતીવાડી બીલમાં યુનીટ દીઠ કેટલો ભાવ લાગે અને બીલની ગણતરી કઈ રીતે થાય તે જાણવા આ માહિતી પૂરી વાચો.

તમારા ખેતીવાડી બીલમાં મુખ્ય ત્રણ ટેરીફ (કેટેગરી)માં હોય છે. ખેતીવાડી વીજ બીલમાં મુખ્ય બે ચાર્જ લાગે છે. ખેતીવાડી બીલની ગણતરી તમારા લોડ અને યુનિટના વપરાશ ઉપર થાય છે.

ખેતીવાડી બીલના પ્રકાર (કેટેગરી) – Agriculture Bill Category

ખેતીવાડી બીલમાં મુખ્ય ત્રણ પ્રકાર (કેટેગરી) હોય છે જે નીચે મુજબ આપેલ છે.

1. A1

  • A1 કેટેગરીમાં બીલ વાર્ષિક આવતું હોય છે. A1 જેને ઉધડીયું બીલ, બાંધેલું બીલ, પૂઠું વગેરે જોવા નામથી પણ ઓળખવામાં આવે છે.

2. A2

  • A2 કેટેગરીમાં બીલ દર બે મહીને આવતું હોય છે. A2 કેટેગરીનું કનેકશન SPA સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે.
  • A2 કેટેગરીમાં યુનિટનો ભાવ 0.60 પૈસા હોય છે.

3. A3

  • A3 કેટેગરીમાં બીલ દર બે મહીને આવતું હોય છે. A3 કેટેગરીનું કનેકશન Tatkal તત્કાલ સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે.
  • A3 કેટેગરીમાં યુનિટનો ભાવ 0.80 પૈસા હોય છે.
  • તમારા ખેતીવાડી બીલની કેટેગરી જાણવા (જેમકે A2 અથવા A3) માટે નીચે આપલે ફોટામાં લાલ રાઉન્ડમાં આપેલ છે.
DGVCL Agriculture Bill Calculation

ખેતીવાડી બીલમાં અલગ-અલગ કેટલા ચાર્જ લાગે છે ? – DGVCL Agriculture Bill Charges

ખેતીવાડીના બીલમાં સામાન્ય રીતે બે ચાર્જ લાગે છે. જેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ હોય છે.

  1. ફિક્સ ચાર્જ (Fixed Charge) : આ ચાર્જની ગણતરી તમારા કનેક્શનના લોડ ઉપર થાય છે. તમારે જેટલા લોડનું કનેકશન હશે એ પ્રમાણે ફિક્સ ચાર્જની ગણતરી થાશે.
  2. એનર્જી ચાર્જ (Energy Charge) : આ ચાર્જ બીલીગ સમયગાળા દરમિયાન વપરાયેલ યુનિટ પર થાય છે. એનર્જી ચાર્જની ગણતરી તમારા ટેરીફ (કેટેગરી) મુજબ અલગ અલગ હોય છે.

નીચે આપેલ બીલમાં તમારા બીલમાં લાગતા ચાર્જ લાલ રાઉન્ડમાં આપેલ છે. ફિક્સ ચાર્જ અને એનર્જી ચાર્જની ગણતરી વિગતવાર નીચે મુજબ આપેલ છે.

  • 1. ફિક્સ ચાર્જ
  • 2. એનર્જી ચાર્જ
DGVCL Agriculture Bill Charges

DGVCLના ખેતીવાડી બીલમાં યુનીટનો ભાવ – DGVCL Agriculture Unit Rate

DGVCLના ખેતીવાડી બીલમાં A2 માં યુનીટ દીઠ 0.60 પૈસા અને A3 માં યુનીટ દીઠ 0.80 પૈસા હોય છે.

DGVCLના ખેતીવાડી બીલની ગણતરી – DGVCL Agriculture Bill Calculation

ચાલો જાણીએ કે DGVCLના ખેતીવાડી બીલની ગણતરી કઈ રીતે થાય છે તે નીચે મુજબ આપેલ છે

1. A2 બીલની ગણતરી

  • A2 બીલની ગણતરીમાં ફિક્સ ચાર્જ અને એનર્જી ચાર્જ લાગે છે.
  • A2 બીલ દર બે મહીને આવતું હોય છે.
  • A2 માં ફિક્સ ચાર્જની ગણતરી લોડ મુજબ થાય છે.
  • A2 માં એનર્જી ચાર્જ 0.60 પૈસા હોય છે.
  • A2 ના ખેતીવાડી બીલમાં ફિક્સ ચાર્જ
લોડફિક્સ ચાર્જ એક મહિના માટેફિક્સ ચાર્જ બે મહિના માટે
7.5 HP સુધી10 રૂ પર HP20 રૂ પર HP
7.5 HP થી ઉપર5 રૂ પર HP10 રૂ પર HP

– ઉદાહરણ તરીકે જાણીએ 10 HP અને 100 યુનિટનું બે મહિનાના બીલની ગણતરી કઈ રીતે થાય છે.

એક મહિના માટેની ગણતરી

  • પ્રથમ 7.5 HP x 10 = 75.00
  • પછીના 2.5 HP x 5 = 12.50

10 HP ફિક્સ ચાર્જ : (75+12.50=87.50)

બે મહિના માટેની ગણતરી

  • પ્રથમ 7.5 HP x 20 = 150.00
  • પછીના 2.5 HP x 10 = 25.00

10 HP ફિક્સ ચાર્જ : (150+25=175)

  • A2 ના ખેતીવાડી બીલમાં એનર્જી ચાર્જ
  • એનર્જી ચાર્જ = વપરાયેલા યુનિટ x 0.60

100 યુનિટ x 0.60 = 60 રૂપિયા

બે મહિનાના 10 HP બીલની રકમ : 175 (ફિક્સ ચાર્જ) + 60 (એનર્જી ચાર્જ) = 235 રૂપિયા

  • આપણે A2 ખેતીવાડીનું બીલ દર બે માહીને આવતું હોય છે એટલે 10 HP નો બે મહિનાનો ફિક્સ ચાર્જ રૂપિયા 175 અને એનર્જી ચાર્જ રૂપિયા 60 થાય છે જેની ગણતરી ઉપર મુજબ આપેલ છે.

2. A3 બીલની ગણતરી

  • A3 બીલની ગણતરીમાં ફિક્સ ચાર્જ અને એનર્જી ચાર્જ લાગે છે.
  • A3 બીલ દર બે મહીને આવતું હોય છે.
  • A3 માં ફિક્સ ચાર્જની ગણતરી લોડ મુજબ થાય છે.
  • A3 માં એનર્જી ચાર્જ 0.80 પૈસા હોય છે.
  • A3 ના ખેતીવાડી બીલમાં ફિક્સ ચાર્જ
લોડફિક્સ ચાર્જ એક મહિના માટેફિક્સ ચાર્જ બે મહિના માટે
7.5 HP સુધી10 રૂ પર HP20 રૂ પર HP
7.5 HP થી ઉપર5 રૂ પર HP10 રૂ પર HP

– ઉદાહરણ તરીકે જાણીએ 10 HP અને 100 યુનિટનું બે મહિનાના બીલની ગણતરી કઈ રીતે થાય છે.

એક મહિના માટેની ગણતરી

  • પ્રથમ 7.5 HP x 10 = 75.00
  • પછીના 2.5 HP x 5 = 12.50

10 HP ફિક્સ ચાર્જ : (75+12.50=87.50)

બે મહિના માટેની ગણતરી

  • પ્રથમ 7.5 HP x 20 = 150.00
  • પછીના 2.5 HP x 10 = 25.00

10 HP ફિક્સ ચાર્જ : (150+25=175)

  • A3 ના ખેતીવાડી બીલમાં એનર્જી ચાર્જ
  • એનર્જી ચાર્જ = વપરાયેલા યુનિટ x 0.80

100 યુનિટ x 0.80 = 80 રૂપિયા

બે મહિનાના 10 HP બીલની રકમ : 175 (ફિક્સ ચાર્જ) + 80 (એનર્જી ચાર્જ) = 255 રૂપિયા

  • આપણે A3 ખેતીવાડીનું બીલ દર બે માહીને આવતું હોય છે એટલે 10 HP નો બે મહિનાનો ફિક્સ ચાર્જ રૂપિયા 175 અને એનર્જી ચાર્જ રૂપિયા 80 થાય છે જેની ગણતરી ઉપર મુજબ આપેલ છે.

DGVCLના ગામડાના બીલમાં યુનીટનો ભાવ

એપની મદદથી બીલની ગણતરી કઈ રીતે કરવી ? – How to Calculate DGVCL Agriculture Bill using App ?

તમારા ખેતીવાડીના બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારા યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

Electricity Bill Calculate App Link

  • બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ અને યુનીટનો વપરાશ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
PGVCL Agriculture Bill Calculation

જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ ખેતીવાડી બીલની ગણતરી કરવામાં અથવા યુનિટના ભાવમાં સમજણ ન પડતી હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧ : DGVCLમાં ખેતીવાડીના બીલમાં એક યુનીટનો કેટલો લાગે છે ?

ખેતીવાડીમાં A2 માં એનર્જી ચાર્જ 0.60 પૈસા અને A3 માં એનર્જી ચાર્જ 0.80 પૈસા હોય છે.

પ્રશ્ન ૨ : DGVCLના ખેતીવાડીના બીલમાં કેટલા ચાર્જ લાગે છે ?

 DGVCLના ખેતીવાડીના બીલમાં બે ચાર્જ લાગે છે તેમાં ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ હોય છે.

પ્રશ્ન ૩ : DGVCLના ખેતીવાડી બીલમાં ફિક્સ ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે ?

– DGVCLના ખેતીવાડી બીલમાં ફિક્સ ચાર્જની ગણતરી લોડ ઉપર થાય છે.

પ્રશ્ન ૪ : DGVCLના બીલની ગણતરી કઈ રીતે કરવી ?

 DGVCLના બીલની ગણતરી માટે Electricity Bill Calculate App એપ છે જેની મદદથી તમે ખાલી તમારો લોડ અને વપરાયેલા યુનિટ દાખલ કરીની બીલની ગણતરી કરી શકશો.

અન્ય પોસ્ટ:

DGVCLના ગામડાના બીલમાં યુનીટનો ભાવ

DGVCLના શહેર(સીટી)ના બીલમાં યુનીટનો ભાવ

DGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે

DGVCLના શહેર(સીટી)ના ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે

DGVCLમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

2 thoughts on “DGVCLના ખેતીવાડી બીલની ગણતરી – DGVCL Agriculture Bill Calculation”

Leave a comment