તમારા DGVCLના વાર્ષિક,ઉધડીયા ખેતીવાડીના બીલની ગણતરી કઈ રીતે થાય છે ? DGVCL A1 Agriculture Bill Calculation તમારા ખેતીવાડી બીલમાં યુનીટ દીઠ કેટલો ભાવ લાગે અને બીલની ગણતરી કઈ રીતે થાય તે જાણવા આ માહિતી પૂરી વાચો.
તમારા ખેતીવાડી બીલમાં મુખ્ય ત્રણ ટેરીફ (કેટેગરી)માં હોય છે. આ માહિતીમાં અમે તમને A1 કેટેગરીના બીલની ગણતરી કઈ રીતે કરવી એના વિશે જણાવીશું.
A1 બીલ જેને ઉધડીયું બીલ, બાંધેલું બીલ, પૂઠું વગેરે નામથી પણ ઓળખાય છે. A1 બીલ વાર્ષિક હોય છે. A1 કેટેગરીમાં મીટર નથી હોતું એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન હોય. A1 માં બીલની ગણતરી લોડ ઉપર થાય છે.
Index of DGVCL A1 Agriculture Bill Calculation
ખેતીવાડી બીલના પ્રકાર (કેટેગરી) – Agriculture Bill Category
ખેતીવાડી બીલમાં મુખ્ય ત્રણ પ્રકાર (કેટેગરી) હોય છે જે નીચે મુજબ આપેલ છે.
1. A1
- A1 કેટેગરીમાં બીલ વાર્ષિક આવતું હોય છે. A1 જેને ઉધડીયું બીલ, બાંધેલું બીલ, પૂઠું વગેરે જોવા નામથી પણ ઓળખવામાં આવે છે.
2. A2
- A2 કેટેગરીમાં બીલ દર બે મહીને આવતું હોય છે. A2 કેટેગરીનું કનેકશન SPA સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે.
3. A3
- A3 કેટેગરીમાં બીલ દર બે મહીને આવતું હોય છે. A3 કેટેગરીનું કનેકશન Tatkal (તત્કાલ) સ્કીમ અંતર્ગત આપવામાં આવેલું હોય છે.
DGVCLના A2 અને A3 ખેતીવાડી બીલની ગણતરી અને યુનીટનો ભાવ વિશે જાણવા આ માહિતી વાંચો.
DGVCLના A1 (વાર્ષિક,ઉધડીયા) ખેતીવાડી બીલમાં યુનીટનો ભાવ – DGVCL A1 Agriculture Unit Rate
A1 (ઉધડીયું બીલ, બાંધેલું બીલ, પૂઠું) નું બીલ વાર્ષિક હોય છે. A1 કેટેગરીમાં મીટર નથી હોતું એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન હોય. A1 માં બીલની ગણતરી લોડ ઉપર થાય છે. A1 માં 1 HP લેખે રૂ. 665 લાગે છે.
DGVCLના A1 બીલની ગણતરી – DGVCL A1 Agriculture Bill Calculation
ચાલો જાણીએ કે DGVCLના A1 ખેતીવાડી બીલની ગણતરી કઈ રીતે થાય છે તે નીચે મુજબ આપેલ છે.
- A1 કેટેગરીનું બીલ વાર્ષિક આવતું હોય છે.
- A1 કેટેગરીમાં મીટર નથી હોતું એટલે તેમાં યુનિટ મુજબ ગણતરી ન હોય.
- A1 બીલની ગણતરી લોડ ઉપર થાય છે.
- A1 બીલમાં 1 HP ના રૂ. 665 હોય છે.
– ઉદાહરણ તરીકે જાણીએ 10 HP નું વાર્ષિક બીલ અને બે મહિનાના હપ્તાની ગણતરી કઈ રીતે થાય છે.
વાર્ષિક બીલની ગણતરી | બે મહિનાના હપ્તાની ગણતરી |
---|---|
– લોડ x 665 = વાર્ષિક બીલની રકમ | – વાર્ષિક બીલની રકમ / 6 = હપ્તાની રકમ |
10 HP લોડના બીલની ગણતરી – 10 x 665 = 6650.00
- હવે નીચે A1 બીલની ગણતરી માટેનો ચાર્ટ લોડ મુજબ આપેલ છે.
લોડ | વાર્ષિક બીલ | બે મહિનાના હપ્તાની રકમ |
---|---|---|
5 HP | 3325.00 | 554.17 |
7.5 HP | 4987.50 | 831.25 |
10 HP | 6650.00 | 1108.33 |
12.5 HP | 8312.50 | 1385.42 |
15 HP | 9975.00 | 1662.50 |
17.5 HP | 11637.50 | 1939.58 |
20 HP | 13300.00 | 2216.67 |
22.5 HP | 14962.50 | 2493.75 |
25 HP | 16625.00 | 2770.83 |
30 HP | 19950.00 | 3325.00 |
35 HP | 23275.00 | 3879.17 |
40 HP | 26600.00 | 4433.33 |
50 HP | 33250.00 | 5541.67 |
- ઉપર આપેલ ટેબલમાં લોડ મુજબ તમારા બીલની રકમની ગણતરી આપેલ છે. જો ઉપર મુજબ લોડ સિવાય તમારે લોડ હોય તો ઉપર આપેલ ગણતરી મુજબ તમે પોતાની રીતે ગણતરી કરી શકશો અથવા નીચે આપેલ એપમાં જઈને પણ ગણતરી કરી શકશો.
એપની મદદથી A1 બીલની ગણતરી કઈ રીતે કરવી ? – How to Calculate DGVCL A1 Agriculture Bill using App ?
તમારા ખેતીવાડીના A1 (વાર્ષિક) બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.
Electricity Bill Calculate App Link
- બીલ ગણતરી એપમાં નીચે આપેલ ફોટા મુજબ તમારો લોડ દાખલ કરી ને તમારા બીલની ગણતરી કઈ રીતે થાય છે તે જાણી શકશો.
જો તમને ઉપર આપેલ માહિતીમાં મુજબ ખેતીવાડીના A1 (વાર્ષિક) બીલની ગણતરી કરવામાં અથવા યુનિટના ભાવમાં સમજણ ન પડતી હોય તો નીચે આપેલ કોમેન્ટમાં તમે અમને જણાવી શકો. અને જો આ માહીત ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો.
મુજવતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન ૧ : DGVCLનું વાર્ષિક બીલની ગણતરી કઈ રીતે થાય છે ?
– DGVCLના ખેતીવાડી A1 કનેકશનમાં બીલની ગણતરી લોડ ઉપર થાય છે.
પ્રશ્ન ૨ : DGVCLના ખેતીવાડી A1 કનેકશનમાં 1 HP નો કેટલો ચાર્જ લાગે છે ?
– DGVCLના ખેતીવાડી A1 કનેકશનમાં 1 HP ના રૂપિયા 665 ચાર્જ લાગે છે.
પ્રશ્ન ૩ : DGVCLના 10 HP ના A1 બીલની ગણતરી કઈ રીતે થાય છે ?
– DGVCLના A1 બીલની ગણતરી લોડ ઉપર થાય છે. વાર્ષિક બીલ = લોડ x 665
10 HP લોડના બીલની ગણતરી – 10 x 665 = 6650.00
અન્ય પોસ્ટ:
DGVCLના ગામડાના બીલમાં યુનીટનો ભાવ
DGVCLના શહેર(સીટી)ના બીલમાં યુનીટનો ભાવ
DGVCLના ગામડામાં ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે
DGVCLના શહેર(સીટી)ના ઘર બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે