જો તમે Gujarat Urja Vikas Nigam Limited (GUVNL) ના E-Vidhyut Seva પોર્ટલ પર
👉 Name Change
👉 Load Extension
👉 Load Reduction
જેવી કોઈ Online Application કરો છો અને નીચેનો મેસેજ આવે છે:
“Application for Consumer Already Exist. Please Check the Status of Application…”
તો ગભરાશો નહીં 🙂
આ એક સામાન્ય સમસ્યા છે અને તેને બે રીતે સોલ્વ કરી શકાય છે.
તો ચાલો જાણીએ કે આ સમસ્યા કેમ આવે છે, આનો શું અર્થ છે અને સમસ્યા ને સોલ્વ કઈ રીતે કરવી તે step-by-step સંપૂર્ણ સમજીએ.
📌 આ Error નો અર્થ શું છે?
આ મેસેજનો સીધો અર્થ:
✅ તમારા Consumer Number પર પહેલેથી કોઈ Application કરેલ છે.
✅ જો તમે કરેલ Application હજુ Pending / Process માં છે.
✅ System નવી Application allow નથી કરતું.
એટલે તમે ફરીથી અરજી કરી શકતા નથી.
❓ આ સમસ્યા કેમ થાય છે?
ઘણા વખત નીચેના કારણોસર થાય છે:
- તમે અગાઉ અરજી કરી અને ભૂલી ગયા.
- Cyber cafe દ્વારા અરજી થઈ ગઈ હોય.
- Application હજુ approval માં હોય.
- Application reject થઈ હોવા છતાં close ન થઈ હોય.
✅ Step-by-Step Solution (સરળ ઉકેલ)
ચાલો હવે actual solution જોઈએ 👇
🔹 Step 1 – Check Application Status
- E-Vidhyut Seva ખોલો અને લોગીન કરો.
- “Check Application Status” પર ક્લિક કરો.
- હવે ચેક કરો કે તમે જે ગ્રાહક નંબરમાં ઓનલાઈન અરજી કરવા માંગો છો તેમાં કોઈ અરજી કરેલ તો નથી ને.
- જો અરજી કરેલ હોય તો તેનું સ્ટેટસ ચેક કરો.
- અરજીનું સ્ટેટસ In Progress હશે તો તમને અરજી નહિ કરવા દે.
- જ્યારે અરજીનું સ્ટેટસ Completed અથવા Rejected થઈ જાય પછી જ તમે નવી અરજી કરી શકશો.
🔹 Step 2 – Office Visit (જો જરૂરી હોય)
જો હવે તમે Check Application Status જઈને ચેક કર્યું પણ ત્યાં કોઈ અરજી કરેલ નથી. તો હવે તમારે તમારી ઓફિસે જઈને ચેક કરાવવું પડશે કે તમારા ગ્રાહક નંબરમાં કોઈ SR – Service Request ઓપન તો નથી ને. જો તમે ઓનલાઇન અરજી ના કરેલી હોય એટલે તમારા ગ્રાહક નંબરમાં કોઈ SR ઓપન હશે. એટલે તમારે તે SR ક્લોઝ કરાવવી પડશે.
👉 તમારે જે ઓફીસ લાગુ પડતી હોય તે ઓફિસની મુલાકાત લો.
👉 ઓફિસે જઈને ચેક કરવો કે તમારા ગ્રાહક નંબરમાં કોઈ SR ઓપન તો નથી ને.
👉 જો SR ઓપન હોય તો તે SR ને ક્લોઝ કરવો.
ઓફિસે જે પણ સાહેબ હોય તેને કહો કે મારે ઓનલાઈન અરજી કરવી છે. એટલે મારા ગ્રાહક નંબરમાં જે SR ઓપન છે તે ક્લોઝ કરી આપો. એટલે તમારી ઓફીસથી SR બંધ કરી આપશે પછી તમે ઓનલાઇન આરજી કરી શકશો.
અન્ય પોસ્ટ:
ઘરના લાઈટ બીલમાં કેટલા અલગ-અલગ ચાર્જ લાગે છે
મીટરમાં યુનિટ કઈ રીતે ચેક કરવા | લાઈટ બીલમાં kWh એટલે શું ?






in ugvcl i can not login.? but in pgvcl I can login. ?
how can i change this . because of this error, I can not registar online application for name change.
when i registar long time ago at that time i was on pgvcl region. but inow i am in ugvcl region.
You need to login with onthor mobile number because of one mobile number is use for one company. So login with diffrent mobile number for ugvcl.
મે આજે ઉત્તર ગુજરાત વીજ કંપની લી થરાદ માં મારું બાકી બીલ ચુકવણી કરેલ છે તો એની પહોંચ ડાઉનલોડ કરવા માહિતી આપશો
એના માટેનો વીડિઓ Youtube માં અમારી ચેનલ GEB Guru માં બનાવેલ છે તે જોઈ લેજો.