MGVCLના ખેતીવાડી બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો 2024 – MGVCL Load Extension Application in Agriculture (AG) Online

MGVCL Load Extension Application in Agriculture (AG) Online તમારા MGVCLના ખેતીવાડી બીલમાં લોડ વધારા માટે ઓનલાઈન કઈ રીતે કરવી તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણવા નીચે આપલે માહિતી વાંચો.

ટૂંકમાં માહિતી

  • પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
  • રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
  • પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
  • પછી LT Load Extension જઈ ને તમારો ગ્રાહક નંબર સિલેક્ટ કરો.
  • હવે તમારા નવા લોડની વિગત દાખલ કરો.
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને પછી Procced બટન પર ક્લીક કરો.
  • વિગતવાર માહિતી માટે નીચેની માહિતી પૂરી વાચો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો – Registration on GUVNL Portal

લોડ વધારા માટેની અરજી ઓનલાઈન GUVNLના પોર્ટલ ઈ-વિદ્યુત સેવા પરથી કરી શકશો. પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કરવું પડશે અને ત્યાર બાદ લોગીન કર્યા બાદ પોર્ટલમાં તમારો ગ્રાહક નંબર એડ કરવો પડશે.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન, લોગીન અને તમારો ગ્રાહક નંબર એડ કઈ રીતે કરવો તેના માટેની માહિતી નીચે આપેલ લીંક પર જઈને જાણી શકશો.

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો

ઈ-વિદ્યુત સેવા e-Vidhyut Seva

MGVCLના ખેતીવાડી બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો – MGVCL Load Extension Application in Agriculture (AG) Online

ઉપર આપેલ માહિતી મુજબ તમાર્રું રજીસ્ટ્રેશન, લોગીન અને તમારો ગ્રાહક નંબર એડ કર્યા પછી નીચે મુજબ પેજ સ્ટેપ ફોલો કરો.

  • તમારા ખેતીવાડીના બીલમાં લોડ વધારાની અરજી કરવા માટે ડાબી બાજુ આપેલ લીસ્ટમાંથી LT Load Extension પર ક્લીક કરો.
MGVCL Load Extension Application in Agriculture
  • હવે નીચે મુજબ પેજમાં તમારા એડ કરેલા બધા ગ્રાહક નંબર ડ્રોપડાઉન લીસ્ટમાં બતાવશે તેમાંથી તમારે જે પણ ખેતીવાડીના ગ્રાહક નંબરમાં લોડ વધારા માટેની અરજી કરવી હોય તે ગ્રાહક નંબર સીલેક્ટ કરી ને Submit બટન પર ક્લીક કરો.
MGVCL Load Extension Application in Agriculture
  • હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકની વિગતો જેમાં ગ્રાહકનું નામ, કેટેગરી, હાલનો લોડ વગેરે માહિતી બતાવશે. હવે તમારે કેટલો લોડ વધારો કરવો છે તેની માહિતી ભરવી પડશે.
  • New Load : આની અંદર ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી MOTOR 3 PHASE સીલેક્ટ કરો અને પછી Unit Value માં જેટલા લોડનું કનેક્શન કરવું હોય તે દાખલ કરો. Ex. 10 HP, 15 HP, 20 HP, 25 HP જેટલા લોડનું કરવું હોય તે દાખલ કરો અને Quantity માં 1 દાખલ કરો.
  • જો તમારું કનેક્શન 7.5 HP નું હોય અને તમે 15 HP નું કરવા માંગતા હોય તો MOTOR 3 PHASE માં નવો લોડ દાખલ કરો. Ex. 15 HP અને Quantity માં 1 દાખલ કરો જે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.
  • 20 HP નું કરવું હોય તો MOTOR 3 PHASE માં નવો લોડ દાખલ કરો. Ex. 20 HP અને Quantity માં 1 દાખલ કરો.
  • Documents : ડોક્યુમેન્ટમાં તમારે જેના નામનું બીલ હોય તેનું આધાર કાર્ડ અને તેની સહી અપલોડ કરવાની રહેશે.
  • ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf અને સહી કરેલ ફોટાની સાઈજ 20kb ની અંદર અને .jpeg ફોરમેટમાં હોવો જોઈએ.
  • હવે નીચે Load Calculation માં તમારા લોડની ગણતરી બતાવશે જેમાં તમારો હાલનો લોડ, કેટલાનો વધારો કરવો છે તે લોડ અને નવો લોડ બતાવશે.
  • હવે ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ Procced બટન પર ક્લીક કરો.
MGVCL Load Extension Application in Agriculture
  • હવે Procced બટન પર ક્લીક કર્યા પછી એક ડાયલોગ બોક્ષ આવશે જેમાં તમે દાખલ કરેલ લોડની માહિતી આપેલ હશે જે નીચે ફોટામાં આપેલ છે. તેમાંથી તમારે OK બટન ઉપર ક્લીક કરવાનું રહેશે.
MGVCL Load Extension Application in Agriculture
  • હવે નીચે મુજબ તમારું લોડ વધારાનું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમારા એપ્લીકેશન નંબર બતાવશે જે નોધી લેવા અને A1 ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આપેલ હશે. ફોર્મ ડાઉનલોડ કરવા માટે A1 form Download ક્લીક કરો.
MGVCL Load Extension Application in Agriculture
  • હવે નીચે મુજબ તમારું A1 ફોર્મ ખુલી જશે. ફોર્મ ડાઉનલોડ કરવા માટે ઉપર આપલે ડાઉનલોડ બટન પર ક્લીક કરો એટલે તમારું ફોર્મ ડાઉનલોડ થઈ જશે.
MGVCL Load Extension Application in Agriculture
  • ઉપર મુજબ સ્ટેપ ફોલો કરીને તમારી લોડ વધારા માટેની અરજી થઈ જશે અને તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે અને જો કોઈ ક્વેરી (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
  • જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે દસ્તાવેજને નકારી શકે છે. તે જ દસ્તાવેજ અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવા પડશે.
  • આ રીતે તમારી નામ બદલીની અરજી થઈ જશે જેનું સ્ટેટસ Check Application Status ઉપર જઈ ને ચેક કરી શકશો.

જો ઉપર આપેલી માહિતી મુજબ તમને લોડ વધારાની અરજી ઓનલાઈન કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.

મુજવતા પ્રશ્નો (FAQs)

1. MGVCLના ખેતીવાડીના બીલમાં લોડ વધારા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

– લોડ વધારા માટે ઓનલાઈન અરજી કરવા સૌથી પહેલા ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરો પછી LT Load Extension પર જઈ જરૂરી માહિતી જેવીકે લોડ, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને તમારી અરજી થઈ જશે. જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી ઉપર આપેલ છે.

2. લોડ વધારાની અરજી માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે ?

– લોડ વધારાની ઓનલાઈન અરજી માટે તમારે તમારું આધાર કાર્ડ અને સહી અપલોડ કરવાની રહેશે.

3. શું હું મારી લોડ વધારાની અરજીનું સ્ટેટસ ટ્રૅક કરી શકું ?

– હા, તમે ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ તેમાંથી Check Application Status જઈને તમારી લોડ વધારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો.

અન્ય પોસ્ટ:

MGVCLના ઘર બીલમાં લોડ વધારાની અરજી ઓનલાઈન કરો

MGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો

MGVCLના બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક કરો

MGVCLના બીલમાં નામ બદલીની અરજી ઓનલાઈન કરો

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment