લાઈટ બીલમાં યુનિટના ભાવમાં (ફયુલ ચાર્જમાં) ઘટાડો – Fuel Rate Change in Electricity Bill

સરકારે ચુંટણી પેલા ગ્રાહકોને લાઈટ બીલમાં થોડી રાહત આપી છે અને યુનિટના ભાવ એટલે કે ફયુલ ચાર્જમાં ઘટાડો કર્યો છે. Fuel Rate Change – જાણો પૂરી માહિતી યુનિટ દીઠ કેટલો ભાવ ઘટાડો કર્યો.

સરકારે વીજ વિતરણ કરતી કંપનીઓ જેવી કે PGVCL, DGVCL, MGVCL અને UGVCL ના ફયુલ ચાર્જમાં ઘટાડો કર્યો છે. ફયુલ ચાર્જ જે કોલસા, લીગ્નાઈટ, ગેસ જેવા ઈંધણથી ઉત્પન્ન થતી વીજળીમાં આવેલા ખર્ચ મુજબ બીલમાં વસુલવામાં આવે છે.

  • ફયુલ ચાર્જમાં 0.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
  • જુનો ફયુલ ચાર્જ રૂ. 3.35 હતો જે ઘટાડીને રૂ. 2.85 કરવામાં આવ્યો છે.
  • આ સાથે જ ગુજરાતના 1.74 કરોડ વીજ ગ્રાહકોને 1000 કરોડથી વધુની રાહત થશે.
  • નવા ફયુલ ચાર્જની અમલવારી જાન્યુઆરી-૨૦૨૪ મહિનાથી લાગુ કરશે.
  • ફયુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને બીલમાં રૂ. 50 થી 600 સુધીનો ફાયદો થશે.

બીલમાં ગ્રાહકોને કેટલી રાહત થશે ? – Fuel Rate Change

ફયુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને ઘર બીલમાં કેટલો ઘટાડો આવશે તે નીચે આપેલ ગણતરીમાં તમે જાણી શકશો કે જુદા જુદા યુનિટના વપરાશ ઉપર બીલમાં કેટલો ફાયદો થશે.

ગામડાના ઘર બીલમાં રાહતની ગણતરી

  • ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 100 યુનિટ મુજબ બીલમાં રૂ. 53.75 ફાયદો થશે.
  • ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 300 યુનિટ મુજબ બીલમાં રૂ. 161.26 ફાયદો થશે.

શહેરના ઘર બીલમાં રાહતની ગણતરી

  • ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 100 યુનિટ મુજબ બીલમાં રૂ. 57.50 ફાયદો થશે.
  • ઉપરની ગણતરી મુજબ તમે જોઈ શકો છો કે ગામડાના ઘર બીલમાં ગ્રાહકને 300 યુનિટ મુજબ બીલમાં રૂ. 172.50 ફાયદો થશે.

બીલ ગણતરી કઈ રીતે કરવી ? (How to Calculate Bill ?)

તમારા બીલની ગણતરી માટે પ્લે સ્ટોરમાં એપ છે જેની મદદથી તમે તમારા બીલની ગણતરી કરી શકશો માત્ર તમારો લોડ અને યુનિટનો વપરાશ દાખલ કરીને. એપ ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

Electricity Bill Calculate App Link

મુજવતા પ્રશ્નો (FAQs)

1. ફયુલ ચાર્જમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો છે ?

– ફયુલ ચાર્જમાં 0.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

2. ફયુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને બીલમાં કેટલી રાહત થશે ?

– ફયુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને બીલમાં રૂ. 50 થી 600 સુધીની રાહત થશે.

3. ફયુલ ચાર્જના ઘટાડા પછી નવો ફયુલ ચાર્જ કેટલો થયો ?

– જુનો ફયુલ ચાર્જ રૂ. 3.35 હતો જે ઘટાડીને રૂ. 2.85 કરવામાં આવ્યો છે.

અન્ય પોસ્ટ:

PGVCLને લગતી માહિતી માટે

DGVCLને લગતી માહિતી માટે

MGVCLને લગતી માહિતી માટે

UGVCLને લગતી માહિતી માટે

4.4/5 - (12 votes)
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

4 thoughts on “લાઈટ બીલમાં યુનિટના ભાવમાં (ફયુલ ચાર્જમાં) ઘટાડો – Fuel Rate Change in Electricity Bill”

Leave a comment