ખેતીવાડી વીજ કનેક્સનમાં રાહત દરે લોડ વધારો કરવો – Load Extension Scheme for Agriculture in Gujarat (VDS) 2023 ની સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે ખુશ ખબર તમારા ખેતીવાડીના વીજ કનેકસનમાં લોડ વધારો રાહત દરે કરાવો. જેમાં ખેડૂતોને લોડ વધારો માત્ર મીનીમમ ચાર્જ ભરીને જ કરાવી શકશે.

ગુજરાત સરકારે Load Extension Scheme for Agriculture (Voluntary Disclosure Scheme – VDS) શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ વધારાના ચાર્જ વિના તેમના વર્તમાન લોડમાંથી લોડ વધારવા માટે અરજી કરી શકશે. જેમાં PGVCL, MGVCL, UGVCL અને DGVCL ના તમામ ખેડૂતોને આ લાભ મળશે.

યોજનાનું નામખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના
(VDS – Voluntary Disclosure Scheme)
કોણે શરુ કરીગુજરાત સરકાર દ્વારા
કોને લાભ મળશેગુજરાતના ખેડૂતોને
સતાવાર વેબસાઈટwww.pgvcl.com, www.mgvcl.com,
www.ugvcl.com, www.dgvcl.com
ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) શું છે ? (What is Load Extension Scheme for Agriculture (VDS) ? )

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (Load Extension Scheme for Agriculture) જે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીમાં ચિંચાય માટે ખેડૂતો પોતાના વીજ કનેકસનમાં રાહત દરે લોડ વધારો કરાવી શકશે.

જેમાં ગુજરાતમાં આવેલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ની નીચે આવતી ચાર વીજ વિતરણ (PGVCL, MGVCL, UGVCL, DGVCL) કરતી કંપનીના ખેડૂતો આ સ્કીમનો લાભ લઈ શકશે.

જેમાં ખેડૂતોને લોડ વધારા ટાઈમે ભરવી પડતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ મળશે અને માત્ર સિક્યુરીટી ડીપોસીટ અને રજીસ્ટ્રેસન ચાર્જની રકમ જ ભરવી પડશે.

લોડ વધારાની સ્કીમ માટે કોણ અરજી કરી શકે છે ?

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના માટે ખેડૂતો પાસે માન્ય ખેતીવાડી વીજ જોડાણ હોવું જરૂરી છે અને તે PGVCL, MGVCL, UGVCL અથવા DGVCL ના ગ્રાહક હોવા જરૂરી છે.

લોડ વધારો કરવા માટે કેટલો ચાર્જ ભરવો પડશે ?

પહેલા ખેડૂતોને ખેતીવાડી વીજ કનેકસનમાં લોડ વધારો કરવા માટે એક હોર્સ પાવર (1 HP) ના વધારા માટે અંદાજે ૧૧૦૦-૧૨૦૦ રૂપિયા ચુકવવા પડતા ફિક્સ ચાર્જ પેટે જે ફિક્સ ચાર્જમાંથી મુક્તિ મળશે.

હવે ગુજરાત સરકારે બહાર પાડેલ સ્કીમ ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) દ્વારા ખેડૂતો માત્ર એક હોર્સ પાવર (1 HP) ના અંદાજે ૨૦૨ રૂપિયા જેવો નહીવત ચાર્જ અને રજીસ્ટ્રેસન ચાર્જ ચૂકવી લોડ વધારો કરી શકશે.

  • પહેલા લોડ વધારાનો ચાર્જ : ૧ હોર્સ પાવર (1 HP) = રૂ. ૧૧૦૦-૧૨૦૦ અંદાજે
  • ખેતી વિષયક સ્વૈચ્છિક યોજનામાં ચાર્જ : ૧ હોર્સ પાવર (1 HP) = રૂ. ૨૦૨ અંદાજે
  • રજીસ્ટ્રેસન ચાર્જ : રૂ. ૨૩૬

ઉપર મુજબ જો ખેડૂત ૧૦ હોર્સ પવારનો વધારો કરાવે તો ખેડૂતને પહેલા અંદાજે રૂ. ૧૧૦૦૦-૧૨૦૦૦ ચુકવવા પડતા.

હવે ગુજરાત સરકારે બહાર પાડેલ સ્કીમ દ્વારા ૧૦ હોર્સ પાવરનો વધારો કરાવે તો ખેડૂતોને માત્ર અંદાજે રૂ. ૨૦૨૦ ચુકવવા પડે.

અરજી કરવા માટેની છેલ્લી તારીખ ?

ગુજરાત સરકારે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) સ્કીમ માર્ચ મહિનાથી બહાર પાડેલ છે.

ગુજરાત સરકારે આ સ્કીમની મુદત ત્રણ વખત વધારી અને હવે ૩૧-૦૮-૨૦૨૩ સુધી મુદત લંબાવી છે. તો કોઈપણ ખેડૂતને લોડ વધારા માટેની અરજી કરવી હોય તો તારીખ ૩૧-૦૮-૨૦૨૩ પહેલા કરવાની રહેશે.

  • ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) હેઠળ અરજી કરવા માટે છેલ્લી તારીખ : ૩૧-૦૮-૨૦૨૩

અરજી કરવા માટે ક્યાં ક્યાં દસ્તાવેજની જરૂર પડશે ?

આ સ્કીમમાં અરજી કરવા માટે ખેડૂતોને નીચે મુજબના જરૂરી દસ્તાવેજની જરૂર પડશે.

  • ખેતીવાડી લાઈટ બીલની કોપી
  • ૭/૧૨, ૮અ અને ૬ હકપત્ર (ઉતરોતર)ની કોપી
  • આધાર કાર્ડની કોપી

નોધ : ઉપર મુજબ દસ્તાવેજ માત્ર તમારી જાણકારી માટે છે વધુ માહિતી માટે તમારે તમારી નજીકની ઓફીસનો સંપર્ક કરો અને પૂરી માહીત મેળવો.

અરજી ક્યાં કરવી ?

Load Extension Scheme for Agriculture (VDS) માટે અરજી કરવા માટે તમે જે પણ વીજ વિતરણ કંપની (PGVCL, MGVCL, UGVCL, DGVCL) ના ગ્રાહક છો તે પ્રમાણે તમારે તમારી નજીકની ઓફીસનો સંપર્ક કરવો પડશે. જેમાં તમારે ઉપર મુજબ જરૂરી દસ્તાવેજની જરૂરિયાત રહેશે.

સારાંશ

Load Extension Scheme for Agriculture(VDS) ગુજરાત સરકારે બહાર પાડેલ ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) સ્કીમ હેઠળ ખેડૂતોને પોતાનો ખેતીવાડી કનેકસનમાં લોડ વધારો કરવા માટે રાહત આપી છે.

આ સ્જેકીમની મદદથી ખેડૂતોને પોતાના ખેતીવાડી વીજ જોડાણમાં કોઈ પણ વધારાના ચાર્જ વગર અને માત્ર મીનીમમ ચાર્જ ચુકવી લોડ વધારો કરી શકશે.

મુજવતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ૧: લોડ વધારાની અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ : ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) સ્કીમ હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૦૮-૨૦૨૩ છે.

પ્રશ્ન ૨: લોડ વધારો કરવા માટે કેટલો ચાર્જ ચુકવવો પડશે ?

જવાબ : ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) સ્કીમ હેઠળ ગ્રાહકને અંદાજે ૧ હોર્સ પાવરના રૂ. ૨૦૨ લેખે ચૂકવવાના રહેશે. (ઉદા : ૧૦ હોર્સ પવારના વધારા માટે = રૂ. ૨૦૨૦ અંદાજે )

પ્રશ્ન ૩: કોણ લોડ વધારો કરાવી શકે ?

જવાબ : ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના (VDS) સ્કીમ હેઠળ કોઈપણ ગ્રાહક જે પોતાનું ખેતીવાડી વીજ કનેક્સન ધરાવે છે તે લોડ વધારો કરાવી શકે.

આ પણ વાંચો :

GPay (Google Pay) ની મદદથી PGVCLના બિલની રકમ જોવા

PGVCLનું બિલ ડાઉનલોડ કરવા માટેની માહિતી

Rate this post
તમારા મિત્રોને મોકલો :

Hello, I’m Vijay Ranavaya, a professional with expertise in Android development and Web development. I have an in-depth knowledge of GEB billing and various other aspects.

Leave a comment