UGVCL Name Transfer Application: UGVCLમાં નામ બદલીની અરજી તમે ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો. નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી તેના માટેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે આપેલ છે.
બીલમાં નામ બદલવાની ક્યારે જરૂર પડે?
- તમે મકાન વેચાતું લીધું છે તેમાં જુના મકાન માલિકનું નામ આવતું હોય ત્યારે.
- મકાન વારસાઈમાં આવેલ હોય ત્યારે જુના નામ માંથી તમારા નામે કરવા.
- ઉપર મુજબના બે મુખ્ય કિસ્સામાં અથવા બીજા કોઈ કારણો સર નામ બદલવાની જરૂર પડે.
ટૂંકમાં માહિતી
- પહેલા ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટર થાવ.
- રજીસ્ટર થયા પછી મોબાઈલ નંબર અને OTP દ્વારા લોગીન કરો.
- પછી તેમાં તમારો ગ્રાહક નબર લીંક કરો.
- હોમ પેજ પરથી LT Name Change પર ક્લીક કરો.
- પછી નવા ગ્રાહકની વીગત ( ગ્રાહકનું નામ) દાખલ કરો.
- પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- હવે પેમેન્ટ કરી અને તમારું અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
- હવે તમારી અરજી CPCમાં કોર્પોરેટ ઓફિસ ખાતે જશે જ્યાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે. પછી તમારી અરજી આગળ વધશે.
રજીસ્ટ્રેસન કરો – Registration on e-Vidhyut Seva Portal
સૌથી પહેલા જો ઈ-વિદ્યુત સેવા પર તમારું રજીસ્ટ્રેસન ન હોય તો રજીસ્ટ્રેસન કરો. રજીસ્ટ્રેસન કર્યા પછી તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન થયા બાદ તમારે જે પણ બીલમાં નામ બદલી કરવાની છે તેનો ગ્રાહક નંબર એડ કરવા પડશે. અહીં તમે એક કરતા વધુ ગ્રાહક નંબર એડ કરી શકશો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેસન કઈ રીતે કરવું તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો તેના માટે નીચે આપલી લીંક પરથી માહિતી વાંચો.
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો
નામ બદલીની અરજી ઓનલાઈન કઈ રીતે કરવી? – UGVCL Name Transfer Application
– ઉપર મુજબ ગ્રાહક નંબર એડ કર્યા પછી હોમ પેજ પર જઈને ડાબી બાજુ આપેલ LT Name Change પર ક્લીક કરો જે નીચે આપેલ ફોટામાં બતાવેલ છે.
– હવે નીચે મુજબ પેજમાં તમારા જેટલા ગ્રાહક નંબર એડ કરેલ હશે તે ડ્રોપ-ડાઉન મેનુમાં બતાવશે. તેમાંથી જે ગ્રાહક નંબરમાં નામ બદલવું છે તે સિલેક્ટ કરીને નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.
નવા ગ્રાહકની વિગતો દાખલ કરો – Applicant Detail
– હવે નીચે મુજબ પેજમાં જુના ગ્રાહકની વીગતો બતાવશે જેવી કે જુના ગ્રાહકનું નામ, કેટેગરી, લોડ વગેરે માહિતી બતાવશે.
– હવે નીચે આપેલ પેજમાં તમારે નવા ગ્રાહકની વીગત ભરવાની રહેશે. નીચે મુજબની વીગતો કેવી રીતે ભરવી તે માહિતી નીચે મુજબ આપેલ છે.
Name | જેમાં નવા ગ્રાહકનું નામ દાખલ કરો. |
Reason | જેમાં તમારે નામ બદલાનાનું કારણ સિલેક્ટ કરવાનું રહેશે. (તેમાં તમે Other સિલેક્ટ કરો) |
Security Deposit | જેમાં બે ઓપ્સન આપેલ છે. |
- Entire amount to be paid by consumer: પૂરે પૂરી નવી સિક્યુરીટી ડીપોજીટ નવા ગ્રાહક દ્વારા ભરવી
- Difference amount to be paid by consumer: ડીફરન્ટની રકમ નવા ગ્રાહક દ્વારા ભરવી (જેમાં જુના ગ્રાહકની સિક્યુરીટી ડીપોજીટ સાથે એડજસ્ટ કરવામાં આવશે અને એ પ્રમાણે નવી ડીપોજીટ ભરવાની થશે)
- Security Deposit માં તમે જો મકાન વેચાતું લીધેલું છે તો પહેલુ ઓપ્સન ‘Entire amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જુના ગ્રાહકને તેની ડીપોજીટ પરત જોઈતી હોય તો તે તેના માટેની અરજી કરીને પરત મેળવી શકશે.
- Security Deposit માં જો મકાન વારસાઈમાં આવેલ છે તો બીજું ઓપ્સન ‘Difference amount to be paid by consumer’ સીલેક્ટ કરો કેમકે જૂની ડીપોજીટ સાથે એડજસ્ટ કરીને ડીફરન્ટની રકમ ભરવી પડશે.
- Old Security Deposit Amount Already Paid by consumer : આની અંદર જૂની ભરેલી ડીપોજીટની રકમ બતાવશે.
- ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ નીચે Submit બટન પર ક્લીક કરો.
ડોક્યુમેન્ટ ઉમેરો – Documents Upload
– હવે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Photo Graph | અહિયાં તમારે નવા ગ્રાહકનો પાસપોર્ટ સાઈજનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટાની સાઈઝ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ. |
Signature | અહિયાં તમારે એક કોળા કાગળમાં નવા ગ્રાહકની સહી કરી અને ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. તેની સાઈઝ 20kb ની અંદર અને .jpg ફોરમેટમાં હોવો જોઈએ. |
Identity Proof | આની અંદર તમારે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, પેન કાર્ડ વગેરે માંથી એક અપલોડ કરો. ડોક્યુમેન્ટનું ફોરમેટ .pdf હોવું જોઈએ. |
Ownership Proof | આની અંદર તમારે જગ્યાની માલિકીનો હક દર્શાવતું પ્રુફ અપલોડ કરવું પડશે. જેમકે આકારણી પત્ર, વેરા પોંચ, મયુંન્સીપાલ ટેક્ષ રસીદ, વેચાણ દસ્તાવેજ કોપી વગેરે. |
Original receipt for payment of Security deposit | આની અંદર જો તમારી જૂની ડીપોજીટ ભરેલ રકમની પોંચ હોય તો તે અપલોડ કરો અથવા નહી કરો તો પણ ચાલશે. |
Consent of Partner on Rs. 300 Stamp (Duly notarized) if property is jointly owned | જો મકાન એક કરતા વધારે ખાતેદારના નામે હોય તો જેના નામે કરવાનું હોય તેના સિવાય બીજા બધાનું રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવેલ સંમતિ પત્ર. |
- ઉપર મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ નીચે આપેલ Submit બટન પર ક્લીક કરો.
એ-વન ફોર્મ ડાઉનલોડ – A1 Form Download
– હવે નીચે મુજબ પેજમાં તમારે કેટલા રૂપિયા ભરવા પડશે તે બતાવશે અને પેમેન્ટ માટેની લીંક આપેલ હશે. તમારો એપ્લિકેશન નંબર અને એ-વન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આવશે. તમારું ફોર્મ ડાઉનલોડ કરવા માટે View Your Application (A1 Form) પર ક્લીક કરો.
– હવે નીચે મુજબ નવા ટેબમાં તમારું એ-વન ફોર્મ ખુલી જશે તેને ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ડાઉનલોડ બટન પર કલીક કરો એટલે તમારું એ-વન ફોર્મ ડાઉનલોડ થઈ જશે.
– હવે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ પેમેન્ટ કરવા માટે નીચે મુજબના પેજમાંથી Pay Now બટન પર ક્લીક કરો.
પેમેન્ટ કરો – Payment
– હવે નીચે મુજબ પેજમાં અમુક સરતો (Condition) આપેલ હશે તે વાંચી અને નીચે આપેલ ચેક બોક્ષમાં ટીક કરીને Submit બટન પર ક્લીક કરો.
– હવે નીચે મુજબ પેજમાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Submit બટન પર ક્લીક કરો.
– હવે નીચે મુજબ ગ્રાહકનું નામ અને ભરવા પાત્ર રકમ હેડ વાઈજ બતાવશે અને નીચે આપેલ Pay Now બટન પર ક્લીક કરો.
– હવે Disclaimer પેજ આવશે તેમાં નીચે આપેલ Continue બટન આપલે હશે તેના ઉપર ક્લીક કરો એટલે નીચે મુજબ પેમેન્ટ માટેનો ડાયલોગ આવશે. તેમાંથી તમે કોઈપણ પેમેન્ટ મેથડ સીલેક્ટ કરીને તમારું પેમેન્ટ કરી શકશો.
– હવે UPI ઉપર ક્લીક કરીને નીચે મુજબ QR Code આવશે તેને તમારા કોઈપણ પેમેન્ટ એપમાંથી સ્કેન કરીને પેમેન્ટ કરો.
– હવે તમારું પેમેન્ટ થયા બાદ નીચે મુજબ તમારી પેમેન્ટની રસીદ ઓપન થશે અને તેને સેવ કરવા માટે નીચે આપેલ Print બટન પર ક્લીક કરો એટલે PDF સેવ થઈ જશે. નીચે આપેલ રસીદ ખાલી ઉદાહરણ તરીકે આપેલ છે.
- પેમેન્ટ થયા પછી તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે CPC માં જશે. સીપીસીમાં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે અને જો કોઈ ક્વેરી (જો દસ્તાવેજો યોગ્ય ન હોય તો) સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.
- જો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો યોગ્ય ન હોય તો CPC યોગ્ય કારણ સાથે દસ્તાવેજને નકારી શકે છે. તે જ દસ્તાવેજ અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવા પડશે.
- આ રીતે તમારી નામ બદલીની અરજી થઈ જશે જેનું સ્ટેટસ Check Application Status ઉપર જઈ ને ચેક કરી શકશો.
જો ઉપર આપેલી માહિતી મુજબ તમને નામ બદલીની અરજી કરવામાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે નીચે કોમેન્ટમાં અથવા અમારા WhatsApp Group માં અમને પૂછી શકશો અમે તમારી પૂરે પૂરી મદદ કરશું.
મુજવતા પ્રશ્નો (FAQs)
1. UGVCLના બીલમાં નામ બદલીની અરજી કેવી કરવી?
– UGVCLના બીલમાં નામ બદલીની અરજી તમે ઓનલાઈન ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો.
2. જો મારી નામ બદલીની અરજીમાં કઈ પણ પ્રોબ્લેમ આવે તો શું કરવું?
– જો તમારી અરજીમાં પ્રોબ્લેમ આવે છે, તો UGVCL સામાન્ય રીતે કારણ આપશે. અને જો જરૂરી દસ્તાવેજ ફરીથી અપલોડ કરવાના થાય તો તમે ઈ-વિદ્યુત સેવા પર લોગીન કરીને કરી શકોશો.
3. શું હું મારી અરજીનું સ્ટેટસ ટ્રૅક કરી શકું?
– હા, તમે ઈ-વિદ્યુત સેવા વેબસાઈટ પર જઈ તેમાંથી Check Application Status માં જઈને તમારી નામ બદલીની અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો.
4. નામ બદલવાની અરજી કર્યા પછી નામ બદલવામાં કેટલો સમય લાગે છે?
– નામ બદલવાની અરજી કર્યા પછી નામ બદલવામાં સામાન્ય રીતે એકથી બે મહિના જેવો સમય લાગી શકે છે.
અન્ય પોસ્ટ:
UGVCLના નવા ઘર કનેક્શનની અરજી ઓનલાઈન કરો
UGVCLમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવો
UGVCLનું બીલ ચેક અને PDF કોપી ડાઉનલોડ કરો
UGVCLના બીલનું ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું
ફોટો અને સાઈન upload થતાં નથી
ફોટા અને સાઈન .jpg ફોરમેટમાં અને તેની સાઈજ 20 kb ની અંદર હોવી જોઈએ તો જ અપલોડ થશે.
ફોટો and સાઈન ઉપર ક્લીક કરવાથી કંઈ પણ આવતું નથી . એતો બંને jpg and 20 kb ni ander છે પણ ક્લિક કરવાથી કંઈ ખુલતું નથી
ફોટો and સાઈનની બાજુમાં આપેલ બટન Choose File ઉપર ક્લીક કરો એટલે ફોટાનું લોકેશન માંગશે. અને Chrome બ્રાવુસરમાંથી ટ્રાય કરજો.
Resizer app download karvi pade,
YouTube par video juvo
20 kb ni under photo karva mate app athava koi pan website uparthi pan thay jase.
Mannage account ma jai je consumer number name change karvanu chhe a already bija profile ma activate chhe avu batave anu karan
તો એ ગ્રાહક નંબર બીજાની પ્રોફીલમાં એડ કરેલ હશે એટલે. અત્યારે જેના નામે છે તેની પ્રોફીલમાં એડ હોય શકે તેમાંથી રીમુવે કરવો પડશે પછી જ થશે.
Builder pasethi shop lidhi hoy index copy che have new owner jointly owned che single phase to 300 stamp paper par constant lewanu k?
Ha levu padase Builder nu ane jointly name se enu pan.
Thanks for sharing this is very helpfull.
Thanks… and Share with others..
Application for Consumer Already exist
Please Check the Status of Application in : Check Application Status for consumer Numbenam name change karvu che pan upper lakhaine aave che evu kaik aave che . to have su karvanu ?
Tamaro consumer numbar already bija koi account ma added hase. Tamare janvu padse ke bija koi account ma tame pela add karel nathi ne.
Mare bhi aaj Issue che.Kai rite jani sakay ke maro consumer number bija kaya account ma add che and how to delete this account.
UGVCL helpline no contact karo.
Copncent formate if possible name change one compoany to another company
Right now it’s not possible but in future it will be available hope so.
mare Name Change Karavvanu chhe, But Hal advance payment 6000 tema already Bharelu chhe Seller dwara. Shu Name Change karavta aa Amount jati reshe ?? ke emaj reshe.
and aatlu advance payment chhe to bhi Security Deposite alagthi bharvi pade ??
Advance payment ema jama j rese and Security Deposite to bharavi padse. Payment and Security Deposite bey vastu alag se etle.
I HAVE DONE ONLINE APPLICATION FOR NAME CHANGE AND UPLOAD ALL DOCUMENTS , NOW I HAVE SUBMIT ANY DOCUMENTS TO UGVCL OFFICE ?
No need to sumbit any documents to office. If any documents is missing or requered then they will contact you or check your application status after some time.
Process is not user friendly, How to get live support? Do UGVCL has customer care?
UGVCL don’t have live support but you can contact on helpline number 1800233155335 or 19121
application already exits … batave chhe
Tamaro consumer number alredy koi bija account ma add hase etle.
૩૦૦ ના સ્ટેમ્પ ઉપર નોટરી કરાવેલ સંમતિ પત્ર.
Any format avalible ???
વકીલ પાસે જશો એટલે કરી દેશે એની પાસે હોયજ ફોરમેટ ખાલી તમારા બીલની કોપી લેતા જજો.
Mara father builder mode thi shop purchase Kari che 2017 ane ae shop Mara name sale deed karle che. Pan ugvgl maa Naam builder nu chale che. Toh maare Naam tranfer maate shu Karvu. Have ae builder kya che ae khabar nathi. Toh ani sign and sikka kevi rite karva ani mahiti aapao
Jo tamara shop na dastavej ma lakhel hoy name transfer nu to halse baki builder nu samati prta joye.