ચીનના તિયાનજિન શહેરમાં સ્થિત તિયાનજિન CTF, વિશ્વની નવમી સૌથી ઊંચી ઇમારત છે અને જે વર્ષ 2019માં પૂર્ણ થઈ હતી. 97 માળની આ ઇમારતની ઊંચાઈ 1,730 ફૂટ છે.
Image Credit : wikipedia
9. તિયાનજિન સીટીએફ
ચીનના ગુઆંગઝૂમાં આવેલ સીટીએફ ફાઇનાન્સ સેન્ટર, વિશ્વની આઠમી સૌથી ઊંચી ઇમારત છે જે 2016માં પૂર્ણ થઈ હતી. 1739 ફૂટની આ ઇમારતમાં 111 માળ છે.
Image Credit : wikipedia
8. ગુઆંગઝુ સીટીએફ
ન્યૂયોર્ક સિટી, યુએસએમાં સ્થિત વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર વિશ્વની સાતમી સૌથી ઊંચી ઇમારત છે, જે વર્ષ 2014માં પૂર્ણ થઈ હતી. 1775 ફૂટની આ ઇમારતમાં 94 માળ છે.
Image Credit : wikipedia
7. વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર
દક્ષિણ કોરિયાના સિઓલ શહેરમાં સ્થિત લોટ્ટે વર્લ્ડ ટાવર વિશ્વની છઠ્ઠી સૌથી ઊંચી ઇમારત છે, જે વર્ષ 2016માં પૂર્ણ થઈ હતી. 1,819 ફૂટની ઊંચાઈ ધરાવ છે.
Image Credit : wikipedia
6. લોટ્ટે વર્લ્ડ ટાવર
ચીનના શેનઝેન શહેરમાં સ્થિત પિંગ એન ફાઇનાન્સિયલ સેન્ટર વિશ્વની પાંચમી સૌથી ઊંચી ઇમારત છે, જે વર્ષ 2017માં પૂર્ણ થઈ હતી. 1969 ફૂટ ઉંચી આ ઈમારતમાં 115 માળ છે.
Image Credit : wikipedia
5. પિંગ એન ફાઇનાન્સિયલ સેન્ટર
સાઉદી અરેબિયાના વિશ્વ પ્રસિદ્ધ શહેર મક્કામાં 1,972 ફૂટ ઊંચો મક્કા રોયલ ક્લોક ટાવર વિશ્વની ચોથી સૌથી ઊંચી ઇમારત છે, જેનું નિર્માણ વર્ષ 2012માં અને 1972 ફૂટ ઊંચો રોયલ ક્લોક ટાવર વિશ્વની સૌથી ઊંચી ઘડિયાળ છે.
Image Credit : wikipedia
4. મક્કા રોયલ ક્લોક ટાવર
ચીનના બિઝનેસ સેન્ટર શાંઘાઈમાં સ્થિત શાંઘાઈ ટાવર હાલમાં વિશ્વની ત્રીજી સૌથી ઊંચી ઈમારત છે, જે વર્ષ 2015માં પૂર્ણ થઈ હતી. આ 2073 ફૂટ ઉંચી ઈમારતને બનાવવામાં લગભગ $2.4 બિલિયનનો ખર્ચ થયો છે.
Image Credit : wikipedia
3. શાંઘાઈ ટાવર
મલેશિયાના કુઆલાલંપુર શહેરમાં બનેલ મર્ડેકા 118ની વર્તમાન ઊંચાઈ 2227 ફુટ છે. આ ઈમારત 19 એકર જમીનમાં બનેલી છે. આ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય વર્ષ 2014માં શરૂ થયું હતું.
Image Credit : wikipedia
2. મર્ડેકા ટાવર
દુબઈમાં સ્થિત બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે, જે વર્ષ 2010માં પૂર્ણ થઈ હતી. 2717 ફૂટ ઉંચી અને 163 માળની આ ઈમારતને બનાવવામાં આઠ અબજ ડોલરનો ખર્ચ થયો છે.
Image Credit : wikipedia
1. બુર્જ ખલીફા
કોણે બનાવ્યું ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર, જાણો ક્યાં છે એ માસ્ટર માઈન્ડ ?