Google Pay ની મદદથી તમારું PGVCLનું બીલ ચેક કરો

પહેલા GPay એપ ઓપન કરીને તેમાંથી પેયમેન્ટ કરવા માટે નીચે જશો એટલે નીચે મુજબનું વીજળી (Electricity) ઓપ્સન બતાવશે તે પસંદ કરો.

ઉપર આપેલ ચર્ચ બોક્ષમાં pgvcl લખો એટલે તમને ઉપર મુજબ દેખાશે. તેમાંથી Paschim Gujarat Vij (PGVCL) – Fetch & Pay ઓપ્સન પસંદ કરો.

પહેલા બોક્ષમાં તમારો ૧૧ અંકનો ગ્રાહક નંબર દાખલ કરો અને બીજા બોક્ષમાં તમારે જે નામ આપવું હોય તે આપો અને પછી Link account બટન પર ક્લિક કરો.

તમારા બીલમાં આપેલ નામ, ગ્રાહક નંબર બતાવશે જે તમે તમારા બીલમાં આપેલ નામ મુજબ જ છે કે નહીં તે ચેક કરીને પછી Link account બટન પર ક્લિક કરો.

તમને તમારા બીલની રકમ બતાવાશે. જેમાં બીલની રકમ, બિલ તારીખ, બીલની છેલ્લી તારીખ અને બિલ નંબર બતાશે. હવે બિલ ભરવા માટે Pay bill બટન પર ક્લિક કરો.

તમારી રકમ અને ગ્રાહક નંબર દેખાશે. તમારી બેંક પસંદ કરી અને Pay બટન પર ક્લિક કરી તમારો UPI પીન દાખલ કરી તમારું બિલ ભરાય જશે.

આખી માહિતી સ્ટેપ બાય સ્ટેપ વાચવા નીચે આપેલ બટન પર ક્લિક કરો