અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર ભારતીય નાગરિકતા મળી જાણો પેલા ક્યાંનો નાગરિક હતો ?

અત્યાર સુધી અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હતી. હવે તે ભારતની નાગરિકતા પાછી મેળવીને ખૂબ જ ખુશ છે.

Image Credit : Social Media

કેનેડાની નાગરિકતા અંગે વારંવાર ટીકાઓનો સામનો કરી રહેલા અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

Image Credit : Social Media

શા માટે અક્ષયે કેનેડાની  નાગરિકતા લીધી? એક સમયે તેની 15 થી વધુ ફિલ્મો ફ્લોપ થઈ હતી,  અને કામ માટે ત્યાં ગયો હતો. આ જ કારણ હતું જેણે તેને કેનેડાની નાગરિકતા લેવાની પ્રેરણા આપી હતી.

Image Credit : Social Media

અભિનેતાને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5(1)(g) હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.

Image Credit : Social Media

નાગરિકતા અધિનિયમ, 1955ની  કલમ 5(1)(જી) શું છે?  એ એવી વ્યક્તિઓની નાગરિકતાનો ઉલ્લેખ કરે છે કે જેઓ પાંચ વર્ષથી (વિદેશી ભારતીય નાગરિક) તરીકે નોંધાયેલા હોય.

Image Credit : Social Media

ભારતીય નાગરિકતા માટે અરજી કરતા પહેલા એક વર્ષના સમયગાળા માટે ભારતમાં રહેતો હોવો જોઈએ.

Image Credit : Social Media

તો વિદેશી ભારતીય નાગરિક  કોણે કહેવાય ? વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. તેને વિદેશી ભારતીય નાગરિક (ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા) નામ આપવામાં આવ્યું છે.

Image Credit : Social Media

અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું કે "દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે! જય હિંદ!", નોંધણી દસ્તાવેજનો ફોટો શેર કર્યો.

Image Credit : Social Media

એલ્વિશ યાદવ બિગ બોસ OTT સીઝન 2 વિનર