ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ

ચંદ્રયાન-3 ને 14 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Image Credit : Social Media

5 ઓગસ્ટે 22 દિવસ પછી તે ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું.

Image Credit : Social Media

અવકાશયાનના વિક્રમ લેન્ડરે સાંજે 6.04 વાગે સોફ્ટ લેન્ડિંગ કર્યું, ચાર વર્ષ પહેલા ચંદ્રયાન-2 લેન્ડરના ક્રેશ-લેન્ડિંગ અંગેની નિરાશાનો અંત આવ્યો.

Image Credit : Social Media

યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયત યુનિયન અને ચીન પછી ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ ભારત બન્યો છે.

Image Credit : Social Media

ચંદ્રયાન-3 લોન્ચ થયાના 41 મા દિવસે ચંદ્ર પર ઉતર્યું. આ સાથે ભારત ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે.

Image Credit : Social Media

ચંદ્રયાન-3 મિશનનું સમગ્ર બજટ આશરે ₹650 કરોડ છે. જયારે ફિલ્મ આદિપુરુષનું બજેટ ₹700 કરોડ હતું જ્યારે હોલીવુડ ફિલ્મ અવતારનું બજેટ આશરે ₹1970 કરોડ હતું.

Image Credit : Social Media

ચંદ્રયાન-3 માં વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર છે. લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે

Image Credit : Social Media

ઈસરોએ ટ્વિટ કર્યું ‘ભારત, હું મારા મુકામ પર પહોંચી ગયો અને તમે પણ!' : ચંદ્રયાન-3 ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પાર પડ્યું છે. ચંદ્ર પર સોફ્ટ-લેન્ડેડ 🌖!. અભિનંદન, ભારત!

Image Credit : Social Media

દેશમાં સૌથી વધુ લોકપ્રિય YouTuber કોણ છે?