અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર ભારતીય નાગરિકતા મળી જાણો પેલા ક્યાંનો નાગરિક હતો ?
અત્યાર સુધી અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા હતી. હવે તે ભારતની નાગરિકતા પાછી મેળવીને ખૂબ જ ખુશ છે.
Image Credit : Social Media
કેનેડાની નાગરિકતા અંગે વારંવાર ટીકાઓનો સામનો કરી રહેલા અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
Image Credit : Social Media
શા માટે અક્ષયે કેનેડાની નાગરિકતા લીધી?એક સમયે તેની 15 થી વધુ ફિલ્મો ફ્લોપ થઈ હતી, અને કામ માટે ત્યાં ગયો હતો. આ જ કારણ હતું જેણે તેને કેનેડાની નાગરિકતા લેવાની પ્રેરણા આપી હતી.
Image Credit : Social Media
અભિનેતાને નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5(1)(g) હેઠળ ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
Image Credit : Social Media
નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 5(1)(જી) શું છે? એ એવી વ્યક્તિઓની નાગરિકતાનો ઉલ્લેખ કરે છે કે જેઓ પાંચ વર્ષથી (વિદેશી ભારતીય નાગરિક) તરીકે નોંધાયેલા હોય.
Image Credit : Social Media
ભારતીય નાગરિકતા માટે અરજી કરતા પહેલા એક વર્ષના સમયગાળા માટે ભારતમાં રહેતો હોવો જોઈએ.
Image Credit : Social Media
તો વિદેશી ભારતીય નાગરિક કોણે કહેવાય ?વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. તેને વિદેશી ભારતીય નાગરિક (ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઈન્ડિયા) નામ આપવામાં આવ્યું છે.
Image Credit : Social Media
અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું કે "દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે! જય હિંદ!", નોંધણી દસ્તાવેજનો ફોટો શેર કર્યો.